Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા, મહેલા જયવર્ધને, અરવિંદ ડિસિલ્‍વા, ઉપથ થરંગા વિરૂદ્ધ મેચ ફિક્‍સીંગની તપાસ કોઇ પુરાવા ન મળતા રોકી દેવાઇ

નવી દિલ્હી: શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર કુમાર સંગકારા, મહેલા જયવર્ધને, અરવિંદ ડિસિલ્વા અને ઉપથ થરંગા વિરૂદ્ધ ફિક્સિંગના આરોપની તપાસ રોકી દીધી છે. તપાસ અધિકારી જગત ફોંસેકાએ જણાવ્યું કે કોઇપણ આરોપીના વિરૂદ્ધ ફિક્સિંગના પુરાવા મળ્યા નથી.

આ ચારેય પૂર્વ ખેલાડીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સંગકારાથી લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ફોંસેકાએ પણ કહ્યું કે ક્રિકેટના નિવેદન સાચા છે અને ફાઇનલમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારનો વ્યવહારિક કારણ ગણાવ્યું છે. તપાસ રોકવા માટે ઉચ્ચ અધિકારી સાથે વિચાર વિમર્શ કરીને પછી કરવામાં આવી છે.

શ્રીલંકાના પૂર્વ રમત ગમત મંત્રી મહિંદાનંદા અલુથાગમેએ આરોપ લગાવ્યો હતો કે તેમના દેશે 2011 વર્લ્ડકપ ફાઇનલ ભારતને 'વેચી' દીધ હતો. આ દાવાને જોકે બકવાસ ગણાવતાં પૂર્વ ક્રિકેટ કેપ્ટન કુમાર સંગકારા અને મહેલા જયવર્ધનેએ તેમની પાસે પુરાવા માંગ્યા હતા. સ્થાનિક ટીવી ચેનલ 'સિરાસા'ને આપેલા ઇન્ટરવ્યુંમાં અલુથગામગે કહ્યું હતું કે ફાઇનલ મેચ ફિક્સ હતી. ભારતે 275 રનના ટાર્ગેટનો પીછો કરતાં ગૌતમ ગંભીર (97) અને કેપ્ટન મહેન્દ્ર ધોની (91) રનની ઇનિંગના કારણે જીત નોંધાવી હતી.

શ્રીલંકાના તત્કાલિન રમત ગમત મંત્રી અલુથગામગે કહ્યું કે હતું કે 'આજે હું તમને કહી રહ્યો છું કે અમે 2011 વર્લ્ડ કપ વેચી દીધો હતો, જ્યારે હું મંત્રી હતો ત્યારે મેં આમ કર્યું હતું. 5 ઓગસ્ટના રોજ થનાર ચૂંટણી સુધી કામકાજ જોઇ રહેલા કાર્યવાહક સરકારમાં વિધુત રાજ્યમંત્રી અલુથગામગે કહ્યું કે 'એક દેશના રૂપમાં આ જાહેરાત કરવા માંગતો ન હતો. મને યાદ નથી કે તે 2011 હતો કે 2012. પરંતુ આપણે તે મેચ જીતવી જોઇતી હતી.

(4:56 pm IST)