Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચમાં ઘુસી ગયો નગ્ન વ્યક્તિ : પાંચ મિનિટ સુધી મચી અફરાતફરી

ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાયેલી ચેસ્ટર લી સ્ટ્રીટ ખાતેની મેચમાં એક નગ્ન વ્યક્તિ મેદાનમાં પ્રવેશી જતા મેચને પાંચ મિનિટ સુધી રોકી દેવાનો વખત આવી ગયો હતો.

ન્યૂઝિલેન્ડ જ્યારે મેદાન પર રમી રહી હતી ત્યારે 34મી ઓવરમાં પીચ પર એક નગ્ન વ્યક્તિ આવી પહોંચ્યો હતો. મેદાન પર આવતા જ તેણે કરતબ બતાવવાના શરૂ કરી દીધા હતા. તે વ્યક્તિએ પીચ પર સમરસોલ્ટ કર્યું હતું. થોડી વાર માટે મેદાનમાં દોડ લગાવી અંગપ્રદર્શન કર્યા બાદ સુરક્ષા સ્ટાફે તેની જડતી લીધી હતી. જો કે સ્ટાફને પણ પરિક્ષા લઈ આ વ્યક્તિએ મેદાનમાં દોડાવ્યા હતા. જે અગ્નિપરિક્ષામાંથી પસાર થતા સ્ટાફને પાંચ મિનિટ લાગી હતી.

આખરે સિક્યોરિટી દ્રારા આ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો. 2019ના વિશ્વકપમાં કોઈ વ્યક્તિ મેદાનાં ઘુસી આવ્યો હોય તેવી આ પહેલી ઘટના બની હતી.

(1:45 pm IST)