Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ફિફા વર્લ્ડ કપ 2018માં ક્વાર્ટર ફાઇનલ મેચોની તૈયારીઓ

નવી દિલ્હી: ફિફા વર્લ્ડકપમાં હવે ક્વાર્ટર ફાઇનલ મેચોનો શરૃઆત થનાર છે. છઠ્ઠી જુલાઇથી આની શરૃઆત થશે. જો કે રોમાંચ પહેલાથી જ જારી છે. ફુટબોલ ફિવર છેલ્લા કેટલાક સમયથી ચમરસીમા પર છે. હવે ક્રેઝ વધુ વધે ેવા સંકેત છે. ક્વાર્ટર ફાઇનલ તબક્કાની પ્રથમ મેચ છટ્વી જુલાઇના દિવસે રમાશે. જેમાં હાલમાં ફોર્મમાં ચાલી રહેલી ઉરુગ્વેની ટીમ ફ્રાન્સની સામે ટકરાશે. આ મેચનુ પ્રસારણ સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. જ્યારે એજ દિવસે પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલની ટક્કર બેલ્જિયમ સામે થશે. બન્ને ટીમો વચ્ચેની મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન રહેનાર છે. ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચ યજમાન રશિયા અને ક્રોએશિયા વચ્ચે રમાશે. જેનુ પ્રસારણ સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચને લઇને ટીમો અંગે ફેંસલો હજુ બાકી છે. આ વખતે તમામ મોટી ટીમો સ્પર્ધામાંથી આઉટ થઇ રહી છે. આ વખતે મોટા અપસેટ શરૃઆતના રાઉન્ડમાં જ જોવા મળી રહ્યા છે. વર્તમાન ચેમ્પિયન જર્મની પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયા બાદ રાઉન્ડ ૧૬માં સ્પેન, આર્જેન્ટિના અને પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ ગઇ છે. ડેનમાર્ક પણ હારીને બહાર થઇ જતા વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો. * ઉરુગ્વે વિરુદ્ધ ફ્રાન્સ (છટ્વી જુલાઇ, સાંજે ૭-૩૦ વાગે) * બ્રાઝિલ વિરુદ્ધ બેલ્જિયમ (છટ્વી જુલાઇ , ૧૧-૩૦ વાગે) * રશિયા વિરુદ્ધ ક્રોએશિયા (સાતમી જુલાઇ, ૧૧-૩૦ વાગે) * ચોથી મેચોની ટીમ નક્કી હાલ ન થઇ (સાતમી જુલાઇ , ૧૧-૩૦ વાગે)

(5:31 pm IST)