Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

બોલ ટેમ્પરીંગ માટે ૧૨ વન-ડે અથવા ટેસ્ટનો લાગી શકે પ્રતિબંધ

બોલ ટેમ્પરીંગ કરનારા ક્રિકેટર પર છ ટેસ્ટ મેચ અથવા ૧૨ વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમવા માટે પ્રતિબંધ લાગી શકે છે, કારણ કે આઈસીસીએ આ ગુનાને લેવલ ત્રણનો અપરાધ બનાવી દીધો છે અને મેદાન પર સારા વર્તાવને સુનિશ્ચિત કરવા આ સુચિમાં અભદ્રતા અને પર્સનલ અબ્યુઝને પણ સામેલ કરી દીધો છે. ડબ્લિનમાં આઈસીસીના વાર્ષિક સંમેલનનાં અંતમાં ક્રિકેટના મેદાન પર અનુચિત વ્યવહાર પર રોક લગાડવા માટે આઈસીસીએ એની યોજના રજૂ કરી હતી.

(1:23 pm IST)