Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કેન્‍દ્રીય ખેલ મ઼ત્રાલય દ્વારા રાષ્‍ટ્રીય ખેલ પુરસ્‍કારો માટે અરજી જમા કરવાની તારીખ ૨૨ જુન સુધી લંબાવાઇ

નવી દિલ્હીઃ ખેલ મંત્રાયલે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો માટે અરજી જમા કરવાની તારીખ 22 જૂન સુધી વધારી દીધી છે.આ સાથે કોરોના વાયરસ મહામારીને કારણે લાગૂ લૉકડાઉનમાં  પ્રપોઝલ મળવામાં થઈ રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખી સ્વયંને અરજી કરવાની મંજૂરી પણ આપી દીધી છે. અરજી પ્રક્રિયા પૂરી કરવાનો બુધવારે છેલ્લો દિવસ હતો પરંતુ સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. આ સાથે પ્રક્રિયામાં છૂટછાટ આપવામાં આવી છે.

મંત્રાલયના એક સર્કુલરમાં કહેવામાં આવ્યું, અમે પુરસ્કાર યોજનામાં અધિકારીઓ અથવા વ્યક્તિઓની ભલામણ પર મોકલવામાં આવેલી અરજી જમા કરવાનો નિયમ ખતમ કરી દીધો છે. ફોર્મમાં આ ભાગને ખાલી છોડી શકાય છે.

મંત્રાલયે મહામારીને કારણે આ વર્ષે માત્ર ઈમેલથી અરજી મંગાવી હતી. ખેલ પુરસ્કાર અરજીના નિયમો હેઠળ જ અરજી માન્ય થાય છે જે માટે રાષ્ટ્રીય મહાસંઘ, ખેલ બોર્ડ અથવા પૂર્વ એવોર્ડ વિજેતાએ ભલામણ કરી હોય.

હવે છૂટછાટ બાદ ખેલાડી પણ અરજી કરી શકશે જેના નામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘે મોકલી નથી અને તેને પૂર્વ વિજેતાઓનું સમર્થન પણ પ્રાપ્ત છે. દર વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ પર 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર આ એવોર્ડ આપવામાં આવે છે.

(4:28 pm IST)