Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

વર્લ્ડકપ-2019 :અફઘાનિસ્તાન સામે શ્રીલંકાનો ડકવર્થ લૂઇસ નિયમ પ્રમાણે 34 રને વિજય

 

અફઘાનિસ્તાન સામે શ્રીલંકાનો ડકવર્થ લૂઇસ નિયમ પ્રમાણે 34 રને વિજય થયો છે અફઘાનિસ્તાને શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને શ્રીલંકાને બેટિંગ માટે આંમંત્રણ આપ્યુ હતું. ત્યારે લંકાએ 36.5 ઓવરમાં 201 રન બનાવ્યા હતા.

જ્યારે અફઘાનિસ્તાનનાં બોલર મોહમ્મદ નબીએ (4 વિકેટ) શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. પરંતુ વરસાદના અવરોધને કારણો મેચ 41-41 ઓવરની બનાવવામાં આવી હતી. જ્યારે અફઘાનિસ્તાનને જીતમાટે 187 રનનો લંક્ષ્યાક આપ્યો હતો. પંરતુ શ્રીલંકાના સફળ બોલરો સામે 152 રન અફઘાનિસ્તાનની ટીમ બનાવી શકી હતી અને 34 રનથી હારી ગઈ હતી

જ્યારે કુશાલ પરેરાની અડધી સદી (78) ફટકારી હતી. અને બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે મેચ જીતી હતી. જ્યારે મેચ વરસાદના કારણે અધવચ્ચે રોકાઈ હતી. અને ડકવર્થ લૂઈસ નિયમ પ્રમાણે 34 રને વિજય મેળવ્યો હતો. શ્રીલંકા 36.5 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થયું હતું. વરસાદના કારણે અફઘાનિસ્તાનને 41 ઓવરમાં 187 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે અફઘાનિસ્તાન 32.4 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

(12:44 am IST)