Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઇન્ટરકોન્ટિનેંટલ કપમાં ફૂટબોલ ટૂર્નામેન્ટમાં કેન્યાને 3-0 હરાવીને ભારત ફાઇનલમાં

સુનિલ છેત્રીએ પોતાની 100મી આંતરરાષ્ટ્રીય મેચમાં બે ગોલ ફટકાર્યા :છેત્રીની ભાવુક અપીલથી સ્ટેડિયમ ખીચોખીચ ભરાયું

ભારતે ઇન્ટરકોન્ટિનેંટલ કપમાં ફૂટબોલ ટૂર્નામેન્ટમાં કેન્યાને 3-0 હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ પોતાની 100મી આંતરરાષ્ટ્રીય મેચમાં બે ગોલ લગાવ્યા હતાજેના થકી ભારતે કેન્યાને 3-0 હરાવ્યું હતું પૂર્વ કેપ્ટન બાઇચુંગ ભૂટિયા પછી 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર છેત્રી બીજા ભારતીય બનાવ્યા છે. છેત્રીએ 68મી મિનટ અને 90 પ્લસ એક મિનિટમાં બે ગોલ અને ઉપરાંત જેજે લાલપેખલુઆએ 71મી મિનટે એક ગોલ કર્યો હતો.

   ભારતીય ટીમ જીતથી બે મેચોમાં જીત સાથે પોઇન્ટ સાથે ટોપ ઉપર છે. કેન્યાને બે મેચોમાં એકમાં હાર અને એકમાં જીત સાથે ત્રણ પોઇન્ટ મળ્યા છે. તે બીજા સ્થાને છે. છેત્રીએ મેચ પહેલા લોકોને ભારતની ફૂટબોલ મેચ માટે સ્ટેડિયમમાં આવવાની ભાવુક અપીલ કરી હતી. જેનાથી મુંબઇ ફૂટબોલ અરેના સ્ટેડિયમ ખચોખચ ભરાઇ ગયું હતું.

 

(12:19 am IST)