Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

જર્મનીને ઓસ્ટ્રીયા સામે ૧-૨થી આંચકાજનક હારનો સામનો કરવો પડયો

નવી દિલ્હી: રશિયામાં યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપના આડે માંડ ૧૦ દિવસ બાકી બચ્યા છે, ત્યારે ટોચની ટીમો આખરી મિનિટોની વ્યુહરચના ઘડવામાં વ્યસ્ત બની ગઈ છે. દિગ્ગજ ટીમોના કોચિસ બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવાની સાથે સાથે સુપરસ્ટાર્સના ફોર્મ પર પણ નજર રાખી રહ્યા છે. જર્મનીને તેના કેપ્ટન અને ગોલકિપર એવા મેન્યુઅલ નેયુરને ઓસ્ટ્રીયા સામેની પ્રેક્ટિસ મેચમાં મેદાન પર ઉતાર્યો હતો.

નેયુરે તેની ફિટનેસની સાબિતી તો આપી પણ જર્મનીને ઓસ્ટ્રીયા સામે -૨થી આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે નાઈજીરિયા સામે૨-૧ના અંતરથી જીત મેળવી હતી. જોકે ઈંગ્લેન્ડના રહીમ સ્ટેર્લીંગને અનફેર એડવાન્ટેજ મેળવવાના ઈરાદાથી મેદાન પર ડાઈવ મારવા બદલ યલો કાર્ડ દેખાડવામાં આવ્યું હતુ. ક્રિસ્ટીયાનો રોનાલ્ડો વિના રમવા ઉતરેલા પોર્ટુગલ અને બેલ્જીયમ વચ્ચની મેચ -૦થી ડ્રો થઈ હતી.

(4:19 pm IST)