Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

પપ્પાના મૃત્યુ બાદ ફરીથી ટીમ સાથે જોડાશે ધનંજય ડિસિલ્વા : જો કે બીજા ટેસ્ટમાં રમવાની શકયતા ઓછી

શ્રીલંકાની ક્રિકેટ ટીમનો બેટ્સમેન ધનંજય ડિસિલ્વા પપ્પાના અંતિમ સંસ્કાર બાદ ફરીથી ટીમ સાથે જોડાશે. બે સપ્તાહ પહેલા જ ધનંજયના પપ્પાની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધનંજય વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. જો કે તે બુધવારથી શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચમાં કદાચ નહિં રમે. ધનંજયે છેલ્લી ચાર ઈનિંગ્સમાં શ્રીલંકા તરફથી ત્રીજા ક્રમાંક પર બેટીંગ કરતા બે સદી ફટકારી હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ધનંજય આ આઘાતમાંથી હવે બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ક્રિકેટ બોર્ડેે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે તેના નામના સ્થાને અન્ય કોઈ ખેલાડીના નામની ઘોષણા પણ નહોતી કરી.

(3:53 pm IST)