Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સંજીતા ચાનુ મામલે મધ્યસ્થી કરવા મણીપુરના મુખ્યપ્રધાનની વિનંતી

ડોપટેસ્ટના ચુકાદાને પડકારશે

ડોપીંગ મામલે અસ્થાયી રીતે પ્રતિબંધનો સામનો કરી રહેલી ભારતીય વેઈટ લીફટર સંજીતા ચાનુ મામલે મણીપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે કેન્દ્રના સ્પોટ્ર્સ મિનિસ્ટર રાજયવર્ધનસિંહ રાઠોડને દરમિયાનગીરી કરવા પત્ર લખીને અપીલ કરી છે તેમજ રીપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો. બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સની વેઈટ લીફટીંગની સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતનાર સંજીતા ચાનુએ પોતાને નિર્દોષ ગણાવતા આ ચુકાદાને પડકારવાનો નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા જ જાહેર થયેલા ડોપ ટેસ્ટમાં સંજીતા પોઝીટીવ આવી હતી ત્યારબાદ તેના પર અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

(3:52 pm IST)