Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડ ભારતને આપશે ૫૦ હજાર ડોલરનું ડોનેશન

યુનિસેફ ઓસ્ટ્રેલીયા સાથે ભંડોળ એકત્ર કરશે

નવીદિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ જણાવ્યું હતું કે તેઓ કોરોના વાઇરસ સામે ભારતને મદદ કરવા માટે ૫૦,૦૦૦ ડૉલર (આશરે ૩૭ લાખ રૂપિયા)ની મદદ કરશે. આ ઉપરાંત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ અસોસિએશન (એસીએ) યુનિસેફ ઓસ્ટ્રેલિયા સાથે મળીને ભંડોળ ભેગું કરશે.  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરને લીધે જે  કપરી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ જોઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ઘણું દુઃખ થઈ રહ્યું છે. ભારત સાથે ઓસ્ટ્રેલિયા ઘણી સારી મિત્રતા ધરાવે છે. ભારતને આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ૫૦,૦૦૦ ડોલરનું ડોનેશન આપશે અને વિશ્વમાં જ્યાં પણ ઓસ્ટ્રેલિયન નાગરિકો વસેલા છે તેમને ભારતને મદદ કરવા અપીલ કરે છે.

(4:08 pm IST)
  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST

  • કોરોનાઍ વધુ મેચનો ભોગ લીધો : બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર આઈપીઍલ મેચ નવી તારીખે રમાશેઃ બુધવારે બંધ રહેશે તેમ બીસીસીઆઈના સૂત્રોને તાકીને ન્યુઝ ઍજન્સીઍ જણાવ્યુ છે access_time 11:23 am IST

  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST