Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

તૈયારીનો સમય ન હોવા ઉપર ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી૨૦ વિશ્વકપ સ્‍થગિત કરી દેવો જોઇએ: ઇંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોય ક્રિકેટના મેદાન ઉપર પરત ફરવા આતુર

લંડનઃ ફરીથી બાળકોની જેમ અનુભવી રહ્યો છે ઈંગ્લેન્ડનો બેટ્સમેન જેસન રોય ક્રિકેટના મેદાન પર પરત ફરવા આતુર છે પરંતુ તેણે કહ્યું કે, તૈયારીનો સમય ન હોવા પર ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વિશ્વકપ સ્થગિત કરી દેવો જોઈએ.

કોરોના વાયરસ મહામારીને કારણે વિશ્વભરમાં ક્રિકેટ સહિત તમામ રમત ઠપ્પ છે અને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વિશ્વકપને લઈને પણ અટકળો લગાવવામાં આવી રહી છે.

રોયે ઈએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, 'જો ખેલાડી તૈયારી કરી શકે નહીં અને અમે ઓસ્ટ્રેલિયા ન જઈ શકીએ તો તેને સ્થગિત કરવી યોગ્ય રહેશે.'

તેણે કહ્યું, 'પરંતુ જો વિશ્વ કપ યોજાય તો અમારૂ કામ ક્રિકેટ રમવાનું છે. જો કહેવામાં આવે છે કે તૈયારી માટે ત્રણ સપ્તાહ છે તો ઘર પર તૈયારી કરીને પણ રમીશું.'

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ એક જુલાઈ સુધી ક્રિકેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રોય રમવા માટે આતુર છે પરંતુ કહ્યું કે, સુરક્ષા સર્વોપરિ છે.

રયે કહ્યું, મને ઈસીબી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે તમામ પાસા પર વિચાર કરશે અને અમારે તેની વાત પર વિશ્વાસ કરવો જોઈએ. હું ઇયોન મોર્ગન સાથે વાત કરીશ અને જોઈશ કે તે શું વિચારે છે.

તેણે કહ્યું કે, દર્શકો વિના રમવામાં પણ વાંધો નથી. તેણે કહ્યું, 'હું માત્ર ક્રિકેટ રમવા ઈચ્છુ છું. બીજીવાર મેદાનમાં પરત ફરવાનો અનુભવ અદ્ભુત હશે. હું ફરી એકવાર બાળકની જેમ અનુભવ કરી રહ્યો છું.'

ક્યારે રમાવાનો છે ટી20 આંતરરાષ્ટ્રીય વિશ્વકપ?

વર્ષ 2020નો ટી20 વિશ્વકપ ઓક્ટોબર 18થી શરૂ થવાનો છે.

આ વખતે ક્યાં રમાશે ટી20 વિશ્વકપ?

આ વખતે ટી20 વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે.

કોરોના વાયરસને કારણે આ ટૂર્નામેન્ટ પર શું અસર પડી શકે છે?

કોરોના વાયરસની અસર જો સમાપ્ત ન થઈ તો આ ટૂર્નામેન્ટ ટાળવા પર વિચાર કરી શકાય છે.

(5:27 pm IST)