Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સ્વીડનના જલાટન ઇબ્રાહિમોવિકનો ખૂબ મોટો પ્રશંસકઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સ્વીડનના જલાટન ઇબ્રાહિમોવિકનો ખુબ મોટો પ્રશંસક છે. ચેણે આ સ્ટ્રાઇકરનો એક પ્રેરણાદાયી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેનું કેપ્શન છે 'વર્ડસ ટૂ લિવ બાઈ' બુમરાહે ઇટાલીની ફુટબોલ ક્લબ એસી મિલાનના ફોરવર્ડનો 36 સેકેન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં આ ખેલાડી તે કહેતો જોવા મળે છે કે, 'હું સોશિયલ મીડિયાની જિંદગી જીવતો નથી.'

વીડિયોમાં ઇબ્રાહિમોવિકે કહ્યું, 'મારૂ ધ્યાન તેના પર છે કે હું ક્યાં પ્રકારનું પ્રદર્શન કરુ છું અને હું જાણું છું કે હું કેમ સારૂ પ્રદર્શન કરી શકુ છું. હું જે કરી શકુ છુ, તેમાં હું સર્વશ્રેષ્ઠ છુ. બાકી વસ્તુ મારા માટે મહત્વ રાખતી નથી કારણ કે જો તમે ફુટબોલ ખેલાડી ન હોત તો તમને કોણ ઓળખત. કોઈ નહીં.' ઇબ્રાહિમોવિકનો આ મિલાનની સાથે બીજો કરાર છે. ભારતીય બોલર ઘણીવાર જણાવી ચુક્યો છે કે તે આ ખેલાડીનો કેટલો મોટો પ્રશંસક છે.

હાલમાં જસપ્રીત બુમરાહે ખુલાસો કર્યો હતો કે ઘણા લોકોને લાગ્યું હતું કે હું ભારત માટે વધુ રમી શકીશ નહીં. જસપ્રીત બુમરાહે જણાવ્યું કે મારી બોલિંગ એક્શનને લઈને ઘણા લોકો વાત કરતા હતા અને કહેતા હતા કે હું લાંબા સમય સુધી રમી શકીશ નહીં. બુમરાહે યુવરાજની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટમાં કહ્યું કે, મારી બોલિંગ એક્શન જોઈને ઘણા લોકોએ કહ્યું હતું કે, હું માત્ર રણજી રમી શકીશ.

બુમરાહે જણાવ્યું કે, તેમ છતાં તેણે ઘણી મહેનત કરી અને પોતાની એક્શનમાં કોઈ ફેરફાર ન કર્યો. બુમરાહે આઈપીએલ 2013માં પર્દાપણ કર્યુ હતુ. બુમરાહે આઈપીએલમા સારૂ પ્રદર્શન કરી જાન્યુઆરી 2016માં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને તે ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગનો મુખિયા છે.

(5:26 pm IST)