Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

માહી ઘણો કૂલ છે, તેના મગજમાં શું છે એ તમને ત્યાં સુધી ખબર નહી પડે જયાં સુધી અમલમાં નહી મુકે

રોહિત તેના નાનામાં નાના સાથીદારની કાળજી રાખે છે, ખેલાડીઓ પ્રત્યે સહાનુભુતિ : વિરાટ પોતાના વિચારોમાં એકદમ કલીયર છે, તેને શું જોઈએ છે એ વિશે સ્પષ્ટ છે

નવી દિલ્ડીઃ  ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ચીફ સિલેકટર એમ.એસ.કે. પ્રસાદનું કહેવું છે કે કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા એકબીજાથી સાવ અનોખા છે.

એમ.એસ.કે. પ્રસાદે કહ્યું કે 'જો તમે ફન્ડામેન્ટલ સ્ટાઇલ અને લીડરશિપત્તી વાત કરો તો મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા એકબીજાથી સાવ અનોખા છે, પણ ત્રણેય એકસમાન સારા છે. તે ત્રણેય પ્લેયરની સ્ટાઇલ અલગ-અલગ છે. માહી દ્યણો ફૂલ છે. તેના મગજમાં શું છે એ તમને ત્યાં સુધી ખબર નહીં પડે જયાં સુધી તે એને અમલમાં નહીં મૂકે. વિરાટ પોતાના વિચારોમાં એકદમ િઁકલયર છે. તેને શું જોઈએ છે એ વિશે તે એકદમ સ્પષ્ટ છે. રોહિતની વાત કરો તો તે એક એવો કેપ્ટન છે જે પોતાના નાનામાં નાના પ્લેયરની કાળજી રાખે છે. તેને દરેક પ્લેયર પ્રત્યે સહાનુભૂતિ પણ છે.'

ટૂંકમાં આ ત્રણેય પ્લેયર પોતપોતાની યોજનાઓમાં અને ટીમમાં અગ્રણી સ્થાન ધરાવે છે.

(3:00 pm IST)