Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ફ્રેન્ડશીપ રહે અમર

ક્રિકેટ ઈતિહાસના બે આક્રમક બેટ્સમેન સચિન તેન્ડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ સારો એવો સમય એકબીજા સાથે પસાર કર્યો હતો કારણ કે ગત ગુરૂવારે લારાનો ૫૦મો બર્થ ડે હતો. બંને લીજેન્ડ એકબીજાના ખાસ ફ્રેન્ડ છે અને બંને ખાવાના જબરા શોખીન છે. લારાએ સચિનને અચાનક તેના ઘરે જઈને ઘણી વખત સરપ્રાઈઝ આપી છે. બીજી મેનો દિવસ સચિન માટે પણ સ્પેશ્યલ રહ્યો હતો કારણ કે જે કલબમાં તે નાનપણમાં રમતો હતો તે બાન્દરા ઈસ્ટના એમ.આઈ.જી. કલબના પેવેલીયનને સચિનનું નામ આપવવામાં આવ્યુ હતું.

(3:19 pm IST)