Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

ક્રિસ ગેઈલની ગગનચુંબી સિક્સર :બોલ સ્ટેડિયમની બહાર

મિશેલ મૈક્લેનગનના બીજા બોલ પર ગેલનું કારનામુ : 133.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવતા શોર્ટ બોલને ગેલ એ 92 મીટર દૂર પહોંચાડી દીધો

 

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેલનું ધમાકેદાર ફોર્મ યથાવત છે ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ગેલના નામ પર છે.આજે મુંબઇ ઇન્ડિયન્સની સામે મેચમાં ગેલે એવો છગ્ગો ફટકાર્યો કે ઇન્દોરના હોલકર સ્ટેડિયમની બહાર જતો રહ્યો.      પંજાબની ઇનિંગ્સમાં છઠ્ઠી ઓવરમાં મિશેલ મૈક્લેનગનના બીજા બોલ પર ગેલ કારનામું કર્યું. 133.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવતા શોર્ટ બોલને ગેલ 92 મીટર દૂર પહોંચાડી દીધો.

(1:02 am IST)