Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

અફઘાનિસ્તાનના ક્રિકેટરે કહ્યું

કોહલી જેવું શા માટે ખાઉં, જયારે હું તેના કરતા લાંબી સિકસર ફટકારૂ છું

અફઘાનિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ શહઝાદે કહ્યું હતું કે બધા વિરાટ કોહલી જેવા ન હોઈ શકે. જેટલી લાંબી સિકસર તે મારે છે એના કરતા વધુ લાંબી સિકસર હું મારી શકુ છું તો મારે તેના જેવુ ડાયટ કરવાની શી જરૂર? શહઝાદનું વજન ૯૦ કિલો કરતા વધુ છે. આ વિકેટકીપર - બેટ્સમેને કહ્યું હતું કે હું ફિટનેસના તમામ નિયમો પાળુ છુ અને બધુ જ ખાઉ છું. હું કોહલી જેવી ફિટનેસ માટે ઝનૂની ન બની શકુ, પરંતુ વજન ઉતારવા માટે પ્રયત્ન કરી રહ્યો છું.

(3:47 pm IST)