Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

માર્ક વોએ પૃથ્વી શોની તુલના સચિન તેન્ડુલકર સાથે કરી

આઈપીએલની અગિયારમી સિઝનમાં ડગઆઉટ પેનલમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માર્ક વોએ યુવા બેટ્સમેન પૃથ્વી શોની સરખામણી સચિન તેન્ડુલકર સાથે કરી છે. તેણે કહ્યું હતું કે પહેલી વસ્તુ જે તમે પૃથ્વી શો વિશે વિચારો છો એ છે તેની ટેકનીક, જે સચિન જેવી છે. તેની બેટની પકડ, સ્ટાન્સ અને ક્રિઝ પર શોટ્સ રમવાની પદ્ધતિ મહાન ક્રિકેટર જેવી છે. પૃથ્વી બોલને બહુ મોડેથી ફટકારે છે. તે કોઈપણ બોલરને રમી શકે છે.

(3:46 pm IST)