Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

ચેન્નાઇ અને બેંગલોર વચ્ચે રોચક જંગ થવાની શક્યતા

ધોની અને વિરાટ કોહલી શનિવારે આમને સામને : ચેન્નાઇ સુપર શાનદાર દેખાવને જાળવી રાખવા સુસજ્જ ડિવિલિયર્સ, કોહલી, ધોની સહિત સ્ટાર પર નજર રહેશે

પુણે,તા. ૪ : પુણેમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં ચેન્નાઇ સુપર અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રોમાંચક જંગ ખેલાનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પુણેમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. બન્ને ટીમો વચ્ચે છેલ્લે ૨૫મી એપ્રિલના દિવસે બેંગલોરમાં મેચ રમાઇ હતી. જેમાં ચેન્નાઇએ બેંગલોર પર રોમાંચક જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે આઠ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇએ પાંચ વિકેટે ૨૦૭ રન કરીને મેચ જીતી લીધી હતી. આવતીકાલે બેંગલોરને બદલો લેવાની તક રહેલી છે. બીજી બાજુ છેલ્લી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની સામે હાર ખાધા બાદ ચેન્નાઇ તેની ફિલ્ડિંગ અને બોલિંગને સુધારી દેવા અને જીત મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બન્ને ટીમોમાં તમામ સ્ટાર ખેલાડી છે. જેથી મેચ રોમાંચક રહેશે.આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે. આ મેચનું પ્રસારણ આવતીકાલે ચાર વાગેથી કરવામાં આવનાર છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે.  આગામી  સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે.  સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે.  ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે.   આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે  ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.મેચને લઇને પુણેમાં રોમાંચ છે.  બન્ને ટીમો નીચે મુજબ છે.

રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી  (કેપ્ટન), અલી, એન્ડરસન, એમ અશ્વિન, વાયએસ ચહેલ, એ ચૌધરી, ગ્રાન્ડહોમ, ડીકોક, દેશપાંડે, ડિવિલિયર્સ, જોશી, ખાન, ખેરજોલિયા, મેક્કુલમ, મનદીપ, સિરાજ, નેગી, પાર્થિવ પટેલ, સૈની, સાઉથી, વ્હોરા, વોશિંગ્ટન સુંદર, વોક્સ, ઉમેશ યાદવ.

ચેન્નાઈ સુપર કિંગ્સ : આસિફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહેર, ધોની (કેપ્ટન), પ્લેસીસ, હરભજન, તાહીર, જાડેજા, જાધવ, જગદીશન, શર્મા, મોનુ કુમાર, લુંગીગીડી, રૈના, રાયડુ, સેન્ટનર, શેઠ, શર્મા, સોરે, ઠાકુર, વિજય, વોટસન, વુડ

(1:06 pm IST)