Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ધોનીની સરખામણી પંતની સાથે ન કરવી જોઈએ: કપિલ દેવ

નવી દિલ્હી: વન ડે અને ટી-૨૦ વર્લ્ડકપ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે ટેસ્ટમાં નંબર વન બનાવનારા ભૂતપૂર્વ કેપ્ટન ધોનીની સરખામણી માત્ર ૯ ટેસ્ટ અને ૧૫ વન ડે રમી ચુકેલા ૨૧ વર્ષના પંતની સાથે થઈ રહી છે. આ અંગે ઉગ્ર નારાજગી વ્યક્ત કરતાં ભારતના લેજન્ડરી કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, ધોનીની સરખામણી પંતની સાથે ન કરવી જોઈએ. કપિલે એમ પણ ઉમેર્યું કે, પંત તો શું ધોનીની સરખામણી અન્ય કોઈ ક્રિકેટરની સાથે પણ કરવી ન જોઈએ. ભારતીય ક્રિકેટમાં ધોનીનું જે કદ છે, તેની બરોબરી કરી શકે તેવું કોઈ જ નથી. પંત પણ પ્રતિભાશાળી ખેલાડી છે અને તેની સરખામણી ધોની સાથે કરીને તેના પર દબાણ કરવું ન જોઈએ. તેનો સમય ચોક્કસ આવશે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટરો વર્કલોડના નામે ટીમ ઈન્ડિયા રમતી હોય ત્યારે આરામ ફરમાવતા જોવા મળે છે. જે અંગેના પ્રશ્નની મજાક ઉડાવતા ૧૯૮૩ના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, માત્ર ક્રિકેટરો જ શા માટે આપણા બધા પર વર્કલોડ તો હોય જ છે. આપણે આ નાનકડી બાબતને મોટો મુદ્દો બનાવી દીધો છે. વર્કલોડ શું છે ? મહેનત કરનાં હી ન ? ક્યા અબ આપ મહેનત કરના ભી નહી ચાહતે ? 

(6:13 pm IST)