Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

આઇસીસી ટી-૨૦ રેન્કિંગમાં રાહુલ બીજાક્રમે યથાવત : વિરાટ કોહલી છઠા સ્થાને પહોંચ્યો

ઈંગ્લેન્ડનો ઝંઝાવાતી બેટ્સમેન ડેવિડ ટી-૨૦ બેટ્સમેનોના રેન્કિંગમાં ૯૧૫ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે

 મુંબઈ : આઇસીસીએ જાહેર કર્યા બાદ ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ લેટેસ્ટ ટી-૨૦ રેન્કિંગમાં બીજા ક્રમે છે, જ્યારે વિરાટ કોહલીને એક સ્થાનનો લાભ મળ્યો છે અને હવે તે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે કેએલ રાહુલના હાલ ૮૧૬ પોઈન્ટ છે, જ્યારે વિરાટ કોહલીના છઠ્ઠા સ્થાને ૬૯૭ પોઈન્ટ છે. ઈંગ્લેન્ડનો ઝંઝાવાતી બેટ્સમેન ડેવિડ ટી-૨૦ બેટ્સમેનોના રેન્કિંગમાં ૯૧૫ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે.

 ટી-૨૦ રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન અને જોરદાર બેટ્સમેન બાબર આઝમને પણ એક સ્થાનનો લાભ મળ્યો છે અને હવે તે ત્રીજા ક્રમે આવી ગયો છે, જ્યારે હાલ તેના ૮૦૧ પોઈન્ટ છે. કાંગારૂ ટીમનો કેપ્ટન એરોન ફિન્ચ હવે ચોથા ક્રમે સરકી ગયો છે અને તેના કુલ ૭૮૮ પોઈન્ટ છે. આઇસીસીના લેટેસ્ટ ટી-૨૦ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ઘણો ફાયદો દર્શાવ્યો હતો કારણ કે તે તેમની વચ્ચે રમાયેલી પ્રથમ બે ટી-૨૦ મેચ બાદ રજૂ થઈ હતી. 

(4:01 pm IST)