Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

કાલે નાગપુરમાં મુકાબલો : ટીમ ઈન્ડિયા જીતનો સિલસિલો જાળવી રાખશે ! : ટીમમાં ફેરફારની સંભાવના

કાલે બપોરે ૧:૩૦ વાગ્યાથી મુકાબલો : સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે

નાગપુર, તા. ૪ : નાગપુરમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી મેચ રમાનાર છે. આને લઇને નાગપુરમાં જોરદાર ક્રિકેટ ફિવર છે. પ્રથમ મેચ ભારતે જીતી લઇને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા લીડને વધારી દેવા માટે તૈયાર છે. આના માટે જોરદાર પ્રેક્ટીસ પણ કરવામાં આવી ચુકી છે. પ્રથમ મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કુલદીપે જોરદાર બેટિંગ કર્યા બાદ નવી આશા જાગી છે.

પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો બેટિંગમાં ફ્લોપ રહ્યા હતા અને જંગી સ્કોર કરી શક્યા ન હતા. પરંતુ આવતીકાલે પ્રવાસી ટીમ પણ જોરદાર દેખાવ કરે તેવી શક્યતા છે. મેચનુ પ્રસારણ આવતીકાલે ૧.૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે. હાલમાં  ટ્વેન્ટી મેચોની શ્રેણી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ૨-૦થી જીતી લીધા બાદ ભારતીય ટીમ ઉપર વનડે શ્રેણીમાં જોરદાર દેખાવ કરવાનું દબાણ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. હાલમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ટ્વેન્ટી શ્રેણીમાં ભારત ઉપર જીત મેળવી લીધા બાદ પાંચ મેચોની શ્રેણી ખુબ રોમાંચક બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવ કરવા તૈયાર છે. આ ટીમમાં પણ અનેક આક્રમક ખેલાડી છે. જેમાં શોન માર્શ, ગ્લેન મેક્સેલનો સમાવેશ થાય છે.  મેક્સવેલના શાનદાર દેખાવના લીધે જ ઓસ્ટ્રેલિયાએ ટ્વેન્ટી શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. બંને મેચોમાં મેક્સવેલ છવાયેલો રહ્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ઉપર પણ નજર રહેશે. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે પાંચ વનડે મેચો બચી છે. આ સિરિઝને વર્લ્ડકપ માટે ડ્રેશરિહર્સલ તરીકે ગણવામાં આવે છે. આનાથી ટીમ ઇન્ડિયા માટે ચિત્ર સ્પષ્ટ થશે.ભારતીય અંતિમ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. રોહિત શર્મા અને શિખર ધવનની જોડી પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, શિખર ધવન, ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, સિદ્ધાર્થ કૌલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, લોકેશ રાહુલ, ઋષભ પંત, અંબાતી રાયડુ, વિજય શંકર, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા.

ઓસ્ટ્રેલિયા : ફિન્ચ (કેપ્ટન), બહેરન્ર્ડોર્ફ, એલેક્સ કેરી, કાઉન્ટર નીલ, કમિન્સ, હેન્ડ્સકોમ્બ, ઉષ્માન ખ્વાજા, નાથન લિયોન, સોન માર્શ, ગ્લેન મેક્સવેલ, રિચર્ડસન, કેન રિચર્ડસન, શોર્ટ, સ્ટેનોઈસ, ટર્નર, ઝંપા.

(3:38 pm IST)