Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

બજરંગે જીત્યો ગોલ્ડ : ફાઈનલમાં અમેરિકાના જોર્ડનને પછાડ્યો

સતત પાંચમી ટુર્નામેન્ટમાં મેડલ જીત્યો

નવી દિલ્હી : ભારતીય રેસલર બજરંગ પુનિયાએ કેલ કાલોવ ઈન્ટરનેશનલ મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બજરંગ ફાઈનલમાં અમેરિકાના જોર્ડન ઓલિવરને ૧૨-૩થી હરાવ્યો. કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર બજરંગે સતત પાંચમી ટુર્નામેન્ટમાં કોઈ મેડલ જીત્યો છે. તે ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો છે.

ફ્રી સ્ટાઈલની ૬૫ કિગ્રા ઈવેન્ટની ફાઈનલમાં બજરંગ એક સમયે ૦-૩થી પાછળ ચાલી રહ્યો હતો બાદ તેમણે સતત ૧૨ પોઈન્ટ બનાવીને મેચને પોતાના નામે કરી. બજરંગ સિવાય પૂજા પણ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતી ચૂકી છે. જયારે વિનેશ ફોગટે સિલ્વર જીત્યો છે. ભારતે કુલ બે ગોલ્ડ અને ૪ સિલ્વર જીત્યા છે.

(3:36 pm IST)