Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ICC અન્ડર-૧૯ : ભારતની પાકિસ્તાન પર ૧૦ વિકેટે જીત

જીતવા માટેના ૧૭૨ રન ભારતે વિના વિકેટે બનાવી લીધા : સતત બીજી વખત ભારતીય ટીમ ધરખમ દેખાવ સાથે ફાઈનલમાં : ઓપનિંગ ખેલાડી જયસ્વાલની ૧૧૩ બોલમાં ભવ્ય અણનમ સદી : પાકનો ફ્લોપ શો

જ્હોનિસબર્ગ, તા. : આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમે આજે તેના નજીકના હરીફ પાકિસ્તાન ઉપર ૧૦ વિકેટે જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી. ભારતીય ટીમ આજની મેચમાં છવાયેલી રહી હતી જ્યારે પાકિસ્તાનના બેટ્સમેનો અને બોલરો સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૧૭૨ રન બનાવ્યા હતા જેની સામે ભારતે કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના ૩૫. ઓવરમાં રન બનાવી લીધા હતા. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન જયસ્વાલ ૧૧૩ બોલમાં ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૦૫ રન કરીને અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે આજે તમામ ક્ષેત્રોમાં જોરદાર દેખાવ કર્યો હતો અને પાકિસ્તાનની ટીમને પરાજિત કરી હતી. મેચમાં પાકિસ્તાન અન્ડર-૧૯ના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, પાકિસ્તાની કેપ્ટન રોહેલ નઝીરનો નિર્ણય ઘાતક સાબિત થયો હતો.

       પાકિસ્તાન તરફથી હૈદરઅલીએ ૫૬ અને રોહેલ નઝીરે ૬૨ રન કર્યા હતા. બાકીના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારત તરફથી મિશ્રાએ ૨૮ રન આપીને ત્રણ વિકેટ અને કાર્તિક ત્યાગીએ ૩૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ પણ બે વિકેટ ઝડપી હતી. ભારતના તમામ બોલરોની બોલિંગ લાઈનલેન્થ સાથે રહી હતી. બીજી બાજુ જીતવા માટેના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત તરફથી જયસ્વાલ અને સક્સેના છવાયેલા રહ્યા હતા અને પાકિસ્તાનના કોઇ બોલરોને ખુશ થવાની કોઇ તક આપી હતી. જયસ્વાલ ૧૦૫ રન કરીને અણનમ રહ્યો હતો જેમાં ચાર છગ્ગા અને આઠ ચોગ્ગાનો સમાવેશ થાય છે.

       તમામ બેટ્સમેનો હજુ બાકી હોવા છતાં બંને બેટ્સમેનોએ પાકિસ્તાનને કોઇ તક આપી હતી અને વિના વિકેટે ૧૭૬ રન બનાવી લીધા હતા. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો ચાર વખતના ચેમ્પિયન ભારતે સતત ત્રીજી વખત વર્લ્ડકપની સેમિફાઇનલમાં કુચ કરીને નવો રેકોર્ડ કર્યો હતો. પાકિસ્તાન સામે આજે રમાયેલી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો.

       હજુ સુધી વર્તમાન અન્ડર ૧૯ વર્લ્ડકપમાં બંને ટીમો અપરાજિત રહી હતી પરંતુ ભારતે આજે તેને હાર આપી હતી. સર્વોચ્ચ સ્તરની જેમ ભારતીય જુનિયરોએ પણ પાકિસ્તાન પર હંમેશા પ્રભુત્વ જમાવ્યું છે. જો કે, એકંદરે રમાયેલી નવ મેચમાં પાકિસ્તાને પાંચ અને ભારતે ચાર મેચો આજની મેચ પહેલા જીતી હતી. હવે ૧૦ મેચો પૈકી બંને ટીમોએ - મેચ જીતી લીધી છે. વર્લ્ડકપમાં ભારતે હંમેશા પાકિસ્તાન ઉપર જીત મેળવી છે. ભારત વર્તમાન અન્ડર-૧૯ ચેમ્પિયન છે. ૨૦૧૮માં છેલ્લા અન્ડર-૧૯ વર્લ્ડકપમાં પાકિસ્તાનને ૨૦૩ રને હાર આપી હતી.

ઇન્ડિયા : રોડ ટુ ફાઇનલ

જ્હોનિસબર્ગ, તા. : આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમે આજે તેના નજીકના હરીફ પાકિસ્તાન ઉપર ૧૦ વિકેટે જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી. ભારતીય ટીમ આજની મેચમાં છવાયેલી રહી હતી જ્યારે પાકિસ્તાનના બેટ્સમેનો અને બોલરો સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૧૭૨ રન બનાવ્યા હતા જેની સામે ભારતે કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના ૩૫. ઓવરમાં રન બનાવી લીધા હતા. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન જયસ્વાલ ૧૧૩ બોલમાં ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૦૫ રન કરીને અણનમ રહ્યો હતો. આઈસીસી અન્ડર ૧૯ વર્લ્ડકપમાં ભારતની ફાઈનલ સુધીની કુચ નીચે મુજબ છે.

*          શ્રીલંકા સામે ૯૦ રને જીત

*          જાપાન સામે ૧૦ વિકેટે જીત

*          ન્યુઝીલેન્ડ સામે ૪૪ રને જીત

*          ઓસ્ટ્રેલિયા સામે ૭૪ રને જીત

*          પાકિસ્તાન સામે સેમિફાઇનલમાં ૧૦ વિકેટે જીત

ઇન્ડિયા-પાક હેડ ટુ હેડ

જ્હોનિસબર્ગ, તા. : ચાર વખતના ચેમ્પિયન ભારતે પાંચમી વખત વર્લ્ડકપ જીતવાના ઇરાદા સાથે ફાઇનલમાં આગેકૂચ કરી લીધી હતી. ભારતીય ટીમે ચાર વખત ટ્રોફી જીતી છે. હવે તેની પાસે નવો રેકોર્ડ સર્જવાની તક રહેલી છે. જયસ્વાલે ચાર મેચમાં ૨૦૭ રન બનાવ્યા છે જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આજની મેચ સાથે ભારત અને પાકિસતાને હવે પાંચ-પાંચ મેચો જીતી છેહેડ ટુ હેડ નીચે મુજબ છે.

કુલ મેચો

૧૦

ભારતની જીત

૦૫

પાકિસ્તાનની જીત

૦૫

સ્કોરબોર્ડ : સેમિફાઇનલ

પાકિસ્તાન ઇનિંગ્સ :

હૈદર અલી

કો. રવિ બિશ્નોઈ બો જયસ્વાલ

૫૬

હુરેરા

કો. સકસેના બો. મિશ્રા

૦૪

મુનિર

કો. અનકોલકર બો. બિશ્નોઇ

૦૦

નઝીર

કો. તિલર બો. મિશ્રા

૬૨

કાસીમ અકરમ

રનઆઉટ

૦૯

હારીશ

કો. સક્સેના બો. અનકોલકર

૨૧

ઇરફાન ખાન

બો. ત્યાગી

૦૩

અબ્બા આફ્રિદી

એલબી બો. બિશ્નોઇ

૦૨

તાહીર હુસૈન

કો. જુરેલ બો. કાર્તિક ત્યાગી

૦૨

આમીર અલી

કો. વીર બો. મિશ્રા

૦૧

આમીર ખાન

અણનમ

૦૦

વધારાના

 

૧૨

કુલ       (૪૩. ઓવરમાં ઓલઆઉટ)      ૧૭૨

પતન  : -, -૩૪, -૯૬, -૧૧૮, -૧૪૬, -૧૫૬-૧૬૩, -૧૬૯, -૧૭૨, ૧૦-૧૭૨

બોલિંગ : ત્યાગી : --૩૨-, મિશ્રા : .--૨૮-, બિશ્નોઈ : ૧૦--૪૬-, આકાશસિંહ : --૨૫-, અનકોલકર : --૨૯-, જયસ્વાલ : --૧૧-

ભારત ઇનિંગ્સ :

જયસ્વાલ

અણનમ

૧૦૫

સક્સેના

અણનમ

૫૯

વધારાના

 

૧૨

કુલ       (૩૫. ઓવરમાં વિના વિકેટે)      ૧૭૬

બોલિંગ : તાહીર : --૧૭-, કાસીમ અકરમ : --૩૭-, આમિર ખાન : --૨૦-, અબ્બાસ આફ્રિદી : --૫૦-, આમિર અલી : .--૩૮-, મુનિર : --૧૨-.

(8:49 pm IST)