Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

શ્રીલંકા પર ઓસ્ટ્રેલિયાનો ૩૬૬ રને શાનદાર વિજય

કેનબેરા ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીતી : જીતવા માટે ૫૧૫ રનના ટાર્ગેટ સામે શ્રીલંકા માત્ર ૧૪૯ રન કરી ઓલઆઉટ થઇ : સ્ટાર્ક મેન ઓફ દ મેચ જાહેર

કેનબેરા, તા. ૪ : કેનબેરા ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ આજે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ મેચ ૩૬૬ રને જીતીને ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. હાલમાં જ ભારત સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે જોરદાર વાપસી કરીને આ ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ સમગ્ર શ્રેણી દરમિયાન આક્રમક નજરે પડી હતી. કેનબેરા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૫૩૪ રન કર્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૨૧૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ફોલોઓન નહીં કરવામાં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ૧૯૬ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો ત્યારબાદ શ્રીલંકાના બીજી ઇનિંગ્સમાં જીતવા માટે ૫૧૬ રનની જરૂર હતી જેની સામે શ્રીલંકાની ટીમ  માત્ર ૧૪૯ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી મેન્ડિસે સૌથી વધુ ૪૨ રન બનાવ્યા હતા. અન્ય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર સ્ટાર્કે ૪૬ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે કમિન્સે ત્રણ વિકેટ ઝડપી હતી. મેન ઓફ દ મેચ તરીકે સ્ટાર્કની પસંદગી કરવામાં આવી હતી જ્યારે સમગ્ર શ્રેણી દરમિયાન જોરદાર બોલિંગ કરનાર કમિન્સની સિરિઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. કેનબેરા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ જંગી જુમલો ખડક્યો હતો જેના જવાબમાં પ્રવાસી શ્રીલંકાની ટીમ ફ્લોપ રહી હતી અને બંને ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહી હતી. શ્રીલંકા તરફથી તેના મુખ્ય બેટ્સમેનો પણ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટકી શક્યા ન હતા. હાલમાં આ ઓસ્ટ્રેલિયન ટીમને ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણીમાં ૭૦ વર્ષના લાંબાગાળા બાદ તેની જમીન ઉપર હાર આપી હતી.

સ્કોરબોર્ડ : કેનબેરા ટેસ્ટ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૫૩૪-૫

શ્રીલંકા પ્રથમ દાવ : ૨૧૫

ઓસ્ટ્રેલિયા બીજો દાવ : ૧૯૬-૩ (ડિક)

શ્રીલંકા બીજો દાવ : (ટાર્ગેટ ૫૧૬)

કરુણારત્ને

બો. સ્ટાર્ક

૦૮

થિરિમાને

કો. એન્ડ બો. કમિન્સ

૩૦

ચાંદીમલ

કો. લંબુસગે બો. સ્ટાર્ક

૦૪

ડિકવિલ્લા

બો. સ્ટાર્ક

૨૭

મેન્ડિસ

કો. પીટરસન બો. લંબુસગે

૪૨

પરેરા

કો. પેની બો. સ્ટાર્ક

૦૦

ડિસિલ્વા

કો. હેડ બો. રિચર્ડસન

૦૬

કરૂણારત્ને

કો. પેની બો. કમિન્સ

૨૨

પરેરા

કો. પેની બો. કમિન્સ

૦૪

રજિથા

અણનમ

૦૨

ફર્નાન્ડો

બો. સ્ટાર્ક

૦૦

વધારાના

 

૦૪

કુલ

(૫૧ ઓવરમાં ઓલઆઉટ)

૧૪૯

પતન : ૧-૧૮, ૨-૨૮, ૩-૫૮, ૪-૮૩, ૫-૮૩, ૬-૯૭, ૭-૧૪૩, ૮-૧૪૩, ૯-૧૪૮, ૧૦-૧૪૯.

બોલિંગ : સ્ટાર્ક : ૧૮-૨-૪૬-૫, રિચર્ડસન : ૯-૧-૨૯-૧, લિયોન : ૧૩-૧-૫૧-૦, કમિન્સ : ૮-૨-૧૫-૩, લંબુસગે : ૩-૧-૬-૧.

 

(7:45 pm IST)