Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

રણજી ટ્રોફી ફાઈનલ જંગ : વિદર્ભ ૩૧૨માં ઓલઆઉટઃ સૌરાષ્ટ્રનો ધબડકો ૮૫/૩: ચેતેશ્વર ફેઈલ

નાગપુર ખાતે રમાઈ રહેલ રણજી ટ્રોફીના ફાઈનલ મુકાબલાના બીજા દિવસે વિદર્ભની આખી ટીમ ૧૨૦.૨ ઓવરમાં ૩૧૨ રનમાં ઓલઆઉટ : અક્ષય કાર્નેવારે ૭૩ રન ફટકાર્યા : પૂછડીયા બેટ્સમેનોની મદદથી વિદર્ભનો આંકડો ૩૦૦ને પાર : જયદેવ ઉનડકટ ૩, ચેતન સકારીયા ૨, કમલેશ મકવાણા - ૨, પ્રેરક માંકડ અને ધર્મેન્દ્ર જાડેજાને ૧-૧ વિકેટ : સૌરાષ્ટ્રની ટીમનો શરૂઆતમાં ધબડકો થયો છે : ઓપનર હાર્વિક દેસાઈ ૧૦, વિશ્વરાજ જાડેજા ૧૮ અને સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ૧ રને આઉટ થયા છે : સ્નેલ પટેલ ૫૧ અને અર્પિત વસાવડા ૪ રને દાવમાં છે : સૌરાષ્ટ્રે ૩૩ ઓવરમાં ૩ વિકેટે ૮૮ રન બનાવ્યા છે

(4:14 pm IST)