Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વેસ્ટ ઈન્ડિઝનો જોસેફ મમ્મીના નિધન છતાં રમ્યોc

બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મળી ૧૧૯ રનની લીડ

માતાના નિધનના સમાચાર મળવા છતાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમવાનું ચાલુ રાખ્યુ હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈંગ્લેન્ડે બનાવેલા ૧૮૭ રનના જવાબમાં પહેલી ઈનિંગ્સમાં કુલ ૩૦૬ રન બનાવીને આઉટ થઈ હતી તો ઈંગ્લેન્ડે પણ લંચ સમયે વિના વિકેટે ૯ રન કર્યા હતા. બોલર અલ્ઝારી જોસેફની મમ્મી શેરોન ઘણા સમયથી બિમાર હતી. ગયા વર્ષે અલ્ઝારી મમ્મીની ખરાબ તબિયતને કારણે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ જોડે નહોતો ગયો. બંને ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ગયા હતા. એટલુ જ નહિં, તે જયારે રમવા આવ્યો ત્યારે તેને આશ્વાસન પણ આપ્યુ હતું.

(4:01 pm IST)