Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

સિડની ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર : તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ

ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના કોરોના ટેસ્ટ કરાવાયા

મેલબોર્ન: સિડની ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર છે. ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટીંગ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભારતીય ટીમ આજે ગુરુવારે ત્રીજી ટેસ્ટ માટે સિડની રવાના થશે. ટેસ્ટ સીરિઝમાં હાલ બન્ને ટીમો 1-1 સાથે બરાબર છે. હવે ટીમ ઇન્ડિયા પૂરી તાકાત સાથે ત્રીજી ટેસ્ટમાં ઉતરશે.

હાલ પાંચ ભારતીય ખેલાડીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. જેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, નવદીપ સૌની, ઋષભ પંત અને પૃથ્વી શો સામેલ છે. ઓસ્ટ્રેલિયાઇ મીડિયાના રિપોર્ટ પ્રમાણે, આ પ્લેયર્સ મેલબોર્નમાં ન્યૂ યરના દિવસે એક રેસ્ટોરાંમાં જમતા જોવા મળ્યા હતા. જે બાદ આ તમામને જુદા-જુદા કરી તપાસ કરાઇ હતી.

જે બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને BCCIએ ઓસ્ટ્રેલિયાઇ મીડિયાના રિપોર્ટને બકવાસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટરોએ કોઇપણ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું નથી.

બીસીસીઆઇએ જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના સભ્યોની 3 જાન્યુઆરીના રોજ કોવિડ 19ની તપાસ કરાવવામાં આવી હતી. જેના તમામ પરિણામો નેગેટિવ આવ્યા છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી હતી કે બીસીસીઆઇ સાથે મળીને સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે કે આ ખેલાડીઓએ સીરિઝ માટે તૈયાર કરવામાં આવેલા જેવ સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન તો નથી કર્યું.

(1:57 pm IST)