Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

લાબુશેન વર્ષમાં પ્રથમ સદી ફટકારનારો ખેલાડી બન્યો

બેવડી સદી ફટકારી તમામનુ ધ્યાન ખેંચ્યુ છે : અંતિમ દશકમાં એક કેલેન્ડર વર્ષમાં સચિનના વધુ રન

સિડની,તા. : માર્નસ લાબુશેનની બેવડી સદીથી તમામ ચાહકોનુ ધ્યાન ખેંચાયુ છે. વર્ષમાં તે પ્રથમ સદી ફટકારનાર ખેલાડી તરીકે બની ગયો છે. સિડની ટેસ્ટમાં તે બેવડી સદી ફટકારી દેવામાં સફળ રહ્યો છે. પ્રથમ દિવસે તે શાનદાર અણનમ સદી ફટકારી દેવામાં સફળ રહ્યો હતો. ટેસ્ટમાં તે કેટલાક નવા રેકોર્ડ સર્જી દેવામાં સફળ રહ્યોહતો. છેલ્લા એક દશકમાં એક કેલન્ડર વર્ષમાં તે સૌથી વધારે રન કરનાર ખેલાડી બની ગયો છે. વર્ષ ૨૦૧૦માં સચિન તેન્ડુલકરે ૧૫૬૨ રન કર્યાહતા. જ્યારે વર્ષ ૨૦૧૯માં માર્નસ લાબુશેને ૧૧૦૪ રન કર્યા છે.

                 પાંચ ઓસ્ટ્રલિયન બેટસમેનોએ છેલ્લા દશકમાં જુદા જુદા કેલન્ડર વર્ષમાં સૌથી વધારે રન કર્યા છે. જેમાં માઇકલ ક્લાર્ક, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેનનો સમાવેશ થાય છે. લાબુશેન હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાબુશેનની સત્રાં સાત ઇનિગ્સમાં ચોથી ટેસ્ટ સદી છે. હાલમાં જોરદાર ફોર્મમાં ચાલીરહ્યો છે. તેની તરફ કરોડો ચાહકોનુ ધ્યાન ખેંચાયુછે. ભારત તરફથી પણ અનેક ખેલાડીઓ એવા રહ્યા છે જે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન કરનાર રહ્યા છે. જેમાં સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. કોહલીએ વર્ષ ૨૦૧૮માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે ૧૩૨૨ રન કર્યા છે.

                 માઇકલ ક્લાર્કે વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૩માં સતત  બે વર્ષમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન કર્યા હતા. વર્ષ ૨૦૧૨માં ક્લાર્કે ૧૫૯૫ રન કર્યા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૧૩માં ક્લાર્કે ૧૦૯૩ રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મીથે વર્ષ ૨૦૧૫મા ૧૪૭૪ રન કર્યા હતા. લાબુશેન એક શક્તિશાળી બેટ્સમેન તરીકે ઉભરીને સપાટી પર આવ્યો છે. જો કે આ મામલે ઓસ્ટ્રેલિયન બેટસમેનો સૌથી આગળ રહ્યા છે.

(8:13 pm IST)