Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સિડની મેચમાં ઓસ્ટ્રેલિયાના ૪૫૪, લાબુશેન છવાઈ ગયો

સ્ટાર માર્નસ લાબુશેનના શાનદાર ૨૧૫ રન : ન્યૂઝીલેન્ડના બીજા દિવસે વિના વિકેટે ૬૩ : ટેસ્ટ રોમાંચક

સિડની, તા. ૪ : સિડનીમાં રમાઈ રહેલી  આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં ૪૫૪ રન ઓલઆઉટના જવાબમાં આજે રમત બંધ રહી ત્યારે ન્યૂઝીલેન્ડે વિના વિકેટે ૬૩ રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ યજમાન ઓસ્ટ્રેલિયાથી હજુ ૩૯૧ રન પાછળ છે અને તેની દસ વિકેટ હાથમાં છે. ટેસ્ટ મેચની મુખ્ય વિશેષતા લાબુશેનની શાનદાર બેટિંગ રહી છે. લાબુશેને આજે બેવડી સદી ફટકારી હતી. લાબુશેન ૫૧૬ બોલમાં ૧૯ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૧૫ રન કરીને આઉટ થયો હતો. તેની બેવડી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૪૫૪નોે જુમલો ખડક્યો હતો. ન્યૂઝીલેન્ડના મુખ્ય બોલરો વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ મજબુત સ્થિતિમાં દેખાઈ રહી છે.

              ગઈકાલે શુક્રવારે પ્રથમ દિવસે આક્રમક બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે ૨૮૩ રન બનાવ્યા હતા. ગઈકાલના સ્કોરથી આગળ રમતા લાબુશેને બેવડી સદી ફટકારી હતી. જોકે, મેથ્યુ વાડે ગઈકાલને સ્કોર પર આઉટ થઈ ગયો હતોન્યુઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે પડકાર ફેંકવા માટે તૈયાર છે. ટેસ્ટ મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ફટકો પડી ગયો હતો. કારણ કે, ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમસન ટેસ્ટ મેચમાં રમી રહ્યો નથી. ઉપરાંત હેનરી નિકોલસ પણ ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં સામેલ રહ્યો છે. બીજી બાજુ અન્ય કેટલાક ખેલાડીઓ ટીમમાં રમી રહ્યા છે પરંતુ તેમની ફિટનેસને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. નિકોલસ અને કેન વિલિયમસને કવર આપવા માટે ગ્લેન ફિલિપ્સને બોલાવવામાં આવ્યો છે.

               ટેસ્ટ મેચ રોચક બની શકે છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે પણ ૬૩ રનની ઇનિંગ્સ તથા વોર્નરે ૪૫ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને નવા વર્ષમાં પ્રથમ ટેસ્ટ મેચમાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ વિકેટ ૩૯ અને બીજી વિકેટ ૯૫ રનમાં ગુમાવી હતી. જો કે ત્યારબાદ લાબુશેન અને સ્મિથની જોડી જામી હતી અને બંનેએ સ્કોરને ૨૫૧ સુધી ખેંચી ગયા હતા. ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ ઇજાથી પરેશાન હોવાથી અનેક ખેલાડીઓ રમી શક્યા નથી. ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફ્લિપ્સને સામેલ કરવામાં આવ્યો હતો. ૨૩ વર્ષના ગાળા બાદ ફિલિપ્સને પ્રથમ વખત ટેસ્ટ મેચ માટે બોલાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી નિકોલસ અને વિલિયમસન બંને વાયરલ તાવના સકંજામાં ગ્રસ્ત રહ્યા છે. ફિલિપ્સે વર્ષ ૨૦૧૯-૨૦ના સત્રની ખુબ રોમાંચક રૂઆત કરી છે અને શ્રેણીમાં પણ તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

લાબુશેનની બેવડી સદી

સિડની, તા. : સિડનીમાં રમાઈ રહેલી  આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં ૪૫૪ રન ઓલઆઉટના જવાબમાં આજે રમત બંધ રહી ત્યારે ન્યૂઝીલેન્ડે વિના વિકેટે ૬૩ રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ યજમાન ઓસ્ટ્રેલિયાથી હજુ ૩૯૧ રન પાછળ છે. હાલમાં શાનદાર દેખાવ કરનાર લાબુશેનની બેટિંગ નીચે મુજબ રહી હતી.

રન       ૨૧૫     બોલ     ૩૬૩

મિનિટ   ૫૧૬

ચોગ્ગા   ૧૯

છગ્ગા    ૦૧

સ્ટાઈક રેટ         ૫૯.૨૨

સ્કોરબોર્ડ : સિડની ટેસ્ટ

 

 

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :

 

 

વોર્નર

કો. ગ્રાન્ડહોમ બો. વાગનર

૪૫

બર્ન

કો. ટેલર બો. ગ્રાન્ડહોમ

૧૮

લાબુશેન

કો એન્ડ બો. એસ્લે

૨૧૫

સ્મિથ

કો. ટેલર બો. ગ્રાન્ડહોમ

૬૩

મેથ્યુ વાડે

બો. સમરવિલે

૨૨

હેડ

કો. વેટલિંગ બો. હેનરી

૧૦

પેની

બો. ગ્રાન્ડહોમ

૩૫

પેટિન્સન

બો. વાગનર

૦૨

કમિન્સ

કો. ફિલિપ બો. એસ્લે

૦૮

સ્ટાર્ક

બો. વાગનર

૨૨

લિયોન

અણનમ

૦૬

વધારાના

 

૦૮

કુલ

(૧૫૦. ઓવરમાં ઓલઆઉટ)

૪૫૪

 

પતન  : -૩૯, -૯૫, -૨૫૧,-૨૮૮,-૩૩૧, -૪૧૦, -૪૧૬, -૪૨૬, -૪૩૦, ૧૦-૪૫૪

બોલિંગ : હેનરી : ૩૨--૯૪-, ગ્રાન્ડહોમ : ૨૪--૭૮-, વાગનર : ૩૩.--૬૬-, સમરવિલે : ૨૯--૯૯-, એસ્લે : ૩૨--૧૧-.

ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવ :

 

 

લાથમ

અણનમ

૨૬

બ્લન્ડેલ

અણનમ

૩૪

વધારાના

 

૦૩

કુલ

(૨૯ ઓવરમાં વિના વિકેટે)

૬૩

બોલિંગ : સ્ટાર્ક : --૧૮-, કમિન્સઃ --૧૮-, પેટિન્સન : --૧૦-, લિયોન : --૧૩-, લાબુશેન : ---

(8:09 pm IST)