Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

એશિયન ચેમ્પિયનશીપમાં કવોલીફાય થયા દિપક પુનિયા-રવિ દહિયા

નવી દિલ્હીઃ રેસલર દીપક પુનિયા અને રવિ દહિયાએ નવા વર્ષમાં રેસલિંગની વિજયી શરૂઆત કરી છે. આ બન્ને પ્લેયરોએ ૧૭થી ર૩ ફેબ્રુઆરી દરમ્યાન રમાનારી સિનિયર એશિયન ચેમ્પિયનશિપ માટે કવોલિફાય કરી લીધું છે.

 દીપકે ૨૦૧૪ના કોમનવેલ્થ બ્રોન્ઝ મેડલિસ્ટ પવનકુમારને મહાત આપી હતી. પવનને મહાત આપીને તેણે સિનિયર એશિયન ચેમ્પિયનશિપની ૮૬ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં કવોલિફાય કર્યું છે. સામા પક્ષે રવિએ એરફોર્સના પંકજને ૧૦-૦થી પરાજિત કરી ૫૭ કિલોગ્રામની કેટેગરીમાં કવોલિફાય કર્યું છે.

(3:36 pm IST)