Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઋષભ પંતે બનાવ્યો અનોખો ઈતિહાસ:12 વર્ષ જૂનો ધોનીનો રેકોર્ડ તોડ્યો

વિદેશની ધરતી પર સર્વોચ્ચ સ્કોર બનાવનાર ભારતીય વિકેટકીપર બન્યો

નવી દિલ્હી :ઋષભ પંતે ઈતિહાસ રચ્યો છે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં રમવામાં આવેલ ટેસ્ટ મેચમાં બીજા દિવસે પંતે શાનદાર સદી ફટકારી તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર બન્યો. 96ના સ્કોર પર તેણે નાથનની બોલ પર શાનદાર ચોકો ફટકારીને સદી પૂરી કરી.

 ઋષભ પંત અણનમ રહ્યો અને 159 રન ખડક્યા હતા. હવે તે ભારતની બહાર કોઈ એક ઈનીંગ્સમાં સર્વોચ્ચ સ્કોર બનાવનાર ભારતીય વિકેટકીપર છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો છે.

 ધોનીએ 2006માં પાકિસ્તાનમાં ફૈસલાબાદ ટેસ્ટ દરમિયાન 148 રન બનાવ્યા હતા. ત્યારે ભારતનો બહાર સૌથી વધુ રનબનાવવાનો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યો હતો.

 

(10:27 pm IST)