Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

મિતાલી રાજ નખરાબાજ ,અરાજકતા ફેલાવનારી અને પોતાના માટે રમનારી ખેલાડી :રમેશ પવારેનો આરોપ

મિતાલીએ કહ્યું આરોપથી દુઃખી ;20 વર્ષની સખ્ત મહેનત, પરસેવો પડવો બધું જુ વ્યર્થ ગયું

મિતાલી રાજને તક ન આપ્યાં બાદથી કોન્ટ્રોવર્સી શરૂ થઈ છે જે થંભવાનું નામ નથી લઈ રહી. હાલમાં ટીમના કોચ રમેશ પવારે મિતાલી રાજને નખરાબાજ, અરાજકતા ફેલાવનારી અને માત્ર પોતાના માટે રમનારી ખેલાડી ગણાવી છે.

તેઓએ આરોપ લગાવ્યો કે મિતાલીએ વર્લ્ડ કપ વચ્ચેથી જ છોડવાની ધમકી આપી હતી. પવારના આ આરોપ પર મિતાલીએ ટ્વીટ કર્યું કે, મારા પર લગાવવામાં આવેલા આરોપોથી હું દુઃખી છું. રમત પ્રત્યે મારું સમર્પણ અને દેશ માટે 20 વર્ષ સુધી રમવું, સખત મહેનત કરવી, પરસેવો પાડવો બધું જ વ્યર્થ ગયું. આજે મારી દેશભક્તિ પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારા સ્કિલ્સ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. બધું જ પાણીમાં ગયું. આ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ છે. ઈશ્વર મને શક્તિ આપે.

(12:59 pm IST)