Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

શેનઝેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમાં હાલેપનો પ્રવેશ

નવી દિલ્હી: વિશ્વ નંબર વન રોમાનિયાની સિમોના હાલેપે શેન ઝેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં દુઆન યિંગયિંગને હરાવીને ક્વાર્ટરફાઇનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. હાલેપે 3-6,6-1,6-2થી હરાવી અંતિમ આઠમા જગ્યા બનાવી છે. 98 મિનિટમાં આ મેચ સમાપ્ત થઇ હતી. હાલેપે 15 જાન્યુઆરીથી શરૂ થનાર આઓસ્ટ્રેલિયન ઓપન સુધી પોતાનો નંબર વન રેન્કિંગ જાળવી રાખવાનું છે. ક્વાર્ટરફાઇનલમાં હાલેપની ટક્કર બેલારુષની આર્યન સિબાલિકા સાથે થશે. જેને ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવવા માટે ડેક કૉનીવિચને 6-1,6-0થી માત  આપી હતી.

(5:09 pm IST)