Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ભારત અને આફ્રિકા વચ્ચે શુક્રવારથી પ્રથમ ટેસ્ટ મેચ

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતની કસૌટી થશે : બન્ને ટીમ શક્તિશાળી હોવાના લીધે ક્રિકેટ ચાહકોને રોમાંચ જોવા મળશે : વિરાટ, ધવન પુજારા ઉપર તમામની નજર

કેપટાઉન, તા. ૪ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. પ્રવાસી ભારતીય ટીમ જીતના સિલસિલાને આગળ વધારી દેવા માટે તૈયાર છે પરંતુ વિદેશી મેદાન પર શાનદાર દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા સામે પડકાર દેખાઇ રહ્યા છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. ટીમ ઇન્ડિયામાં તમામની નજર હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી, શિખર ધવલન, રહાણે, રોહિત શર્મા પર કેન્દ્રિત રહેનાર છે. શિખર ધવન સ્વસ્થ થઇ ગયા બાદ ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધી ગયો છે. ટીમ ઇન્ડિયામાં ચેતેશ્વર પુજારા પાસેથી પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેપટાઉન ખાતે આ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. જેનુ બપોરે બે વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે.  બીસીસીઆઈએ કહ્યું હતું કે, શિખર ધવન સંપૂર્ણ ફિટ છે અને પ્રથમ ટેસ્ટ મેચમાં રમવા માટે તૈયાર છે. બીજી બાજુ સ્પીનર રવિન્દ્ર જાડેજા છેલ્લા બે દિવસથી વાયરલ માંદગીમાં ગ્રસ્ત થઇ ગયો છે. જાડેજાની ફિટનેસ ઉપર ટીમ ઇન્ડિયાની મેડિકલ ટુકડી નજર રાખી રહી છે. મેચની શરૂઆતના કલાકો પહેલા તેની ફિટનેસના સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, શિખર ધવન સંપૂર્ણપણે ફિટ છે અને ઓપનિંગ કરશે. જાડેજા છેલ્લા બે દિવસથી તાવમાં ગરકાવ થયો છે. જો કે તે પણ ફિટથઇ જાય તેમ માનવામાં આવે છે. યજમાન આફ્રિકાની ટીમ ઘરઆંઘણે ખુ મજબુત રહી છે. ટીમમાં કેપ્ટન ડુ પ્લેસીસ સિવાય ડિવિલિયર્સ, હાસીમ અમલા જેવા આધારભુત બેટ્સમેનો રહેલા છે. દુનિયામાં સૌથી ઘાતક બોલિગ હાલમાં આફ્રિકા પાસે જ છે તે બાબતની કબુલાત તો હિટમેન રોહિત શર્મા પણ કરી ચુક્યો છે. વર્ષની સૌથી રોમાંચક શ્રેણી બની રહે તેવી શક્યતા છે.

ક્રિકેટ શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ

ત્રણ ટેસ્ટ, છ વનડે મેચો, ત્રણ ટ્વેન્ટી મેચ રમાશે

 નવીદિલ્હી, તા. ૪ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. પ્રવાસી ભારતીય ટીમ જીતના સિલસિલાને આગળ વધારી દેવા માટે તૈયાર છે પરંતુ વિદેશી મેદાન પર શાનદાર દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા સામે પડકાર દેખાઇ રહ્યા છે. ભારત અને આફ્રિકા વચ્ચે પહેલા ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમાયા બાદ વનડે મેચો રમાશે. છેલ્લે ટ્વેન્ટી મેચો પણ રમાનાર છે. બન્ને દેશો વચ્ચે રમાનાર ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે.

*      ૫-૯ જાન્યુઆરી : કેપટાઉનમાં બપોરે ૨ વાગ્યાથી પ્રથમ ટેસ્ટ મેચ

*      ૯-૧૩ જાન્યુઆરી : સેન્ચ્યુરિયનમાં બપોરે ૧.૩૦થી બીજી ટેસ્ટ મેચ

*      ૨૪-૨૮મી જાન્યુઆરી : જ્હોનિસબર્ગમાં ૧.૩૦ વાગ્યાથી ત્રીજી ટેસ્ટ મેચ

*      પહેલી ફેબ્રુઆરીના દિવસે ડર્બનમાં ૪.૩૦ વાગ્યાથી પ્રથમ વનડે

*      ૪થી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં બપોરે ૧.૩૦ વાગ્યાથી બીજી વનડે

*      ૭મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ૪.૩૦ વાગ્યાથી ત્રીજી વનડે

*      ૧૦મી ફેબ્રુઆરીના દિવસે જ્હોનિસબર્ગમાં ૪.૩૦ વાગ્યાથી ચોથી વનડે

*      ૧૩મી ફેબ્રુઆરીના દિવસે પોર્ટએલિઝાબેથમાં ૪.૩૦ વાગ્યાથી પાંચમી વનડે

*      ૧૬મી ફેબ્રુઆરીના દિવસે ૪.૩૦ વાગ્યાથી સેન્ચુરિયનમાં છ્ઠી વનડે

*      ૧૮મી ફેબ્રુઆરીના દિવસે સાંજે છ વાગ્યાથી જ્હોનિસબર્ગમાં પ્રથમ ટ્વેન્ટી

*      ૨૧મી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં ૯.૩૦ વાગ્યાથી બીજી ટ્વેન્ટી

*      ૨૪મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ૯.૩૦થી ત્રીજી ટ્વેન્ટી

(12:27 pm IST)
  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST