Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કાલે સવારે ૧૧:૩૦ થી મુકાબલોઃ શમી આઉટ, ઉમરાન મલીક ટીમમાં એન્ટ્રી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી ત્રણ મેચોની સિરીઝનો પ્રથમ વન-ડે રમાશે. મોહમ્મદ શમી ઈન્જર્ડ હોય ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. તેના સ્થાને ફાસ્ટ બોલર ઉમરાન મલીકનો  સમાવેશ કરાયો છે. ટીમ આ મુજબ છે. રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વા. કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત, ઈશાન કિશન, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દિપક ચહર અને કુલદીપ સેન.

(3:37 pm IST)