Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વિરાટની વન-ડેમાં પણ જશે કેપ્ટનશીપ?: ગાંગુલી-શાહ લેશે અંતિમ નિર્ણય

મુંબઈ,તા.૨: ટી-૨૦ વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ ભારતીય ટી-૨૦ ટીમની કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી દીધુ હતું. હવે તેની વનડે ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ પણ ખતરામાં છે. માનવામાં આવી રહ્યું છે કે વન ડે વર્લ્ડ કપ ૨૦૨૩ને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ કોઈ મોટા નિર્ણય લઈ શકે છે. વિરાટ કોહલીને વન ડે કેપ્ટનશીપ પર બની રહેવા પર નિર્ણય આ અઠવાડિયે સિલેકશન કમીટી દ્વારા થઈ શકે છે. બીસીસીઆઈમાં એક ગ્રુપ વિરાટ કોહલીને વન ડે કેપ્ટન બનાવી રાખવાના ફેવરમાં છે તો બીજુ ગ્રુપ ટી૨૦ અને વન ડે બન્ને કેપ્ટનશીપ એક જ ખેલાડીને સોંપવાના પક્ષમાં છે જેથી રોહિત શર્માને વન ડે વર્લ્ડ કપ ૨૦૨૩ માટે સારી તૈયારી કરવાનો મોકો મળી શકે.

હવે સવાલ ઉઠે છે કે વિરાટ કોહલીની વન ડે કેપ્ટનશીપને લઈને બીસીસીઆઈના ગ્રુપોમાં ટકરાવ થયો તો તેનું પરિણામ શું આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલામાં છેલ્લો નિર્ણય બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનો રહેશે.

(3:36 pm IST)