Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સ્ટોકસ એશીઝ રમવા તૈયાર, પણ જો રૂટને ઉતાવળ કરવી નથી

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું છે કે તે સ્ટોકસને ટીમમાં પરત લાવવાની ઉતાવળમાં નહીં હોય પરંતુ એવું લાગે છે કે ઓલરાઉન્ડર ૮ ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે.  સ્ટોકસ, જે એશિઝ પહેલા ૬ નવેમ્બરે બ્રિસ્બેન પહોંચનાર ઇંગ્લેન્ડના ક્રિકેટરોના પ્રથમ જૂથમાં હતો, તેણે કહ્યું, બે મહિના પહેલા હું બેટ પકડી શક્યો ન હતો.  પ્રથમ ટેસ્ટમાં એક સપ્તાહ બાકી છે, હું ઓસ્ટ્રેલિયામાં આ મોટી શ્રેણીમાં રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ અને ભૂખ્યો છું.

(3:34 pm IST)