Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કડક કોરોના પ્રોટોકોલને કારણે એશિઝની પાંચમી ટેસ્ટ થઇ શકે રદ

નવી દિલ્હી: કોરોના અને નવા કોવિડ વેરિઅન્ટને લઈને કડક પ્રોટોકોલને કારણે પર્થમાં પાંચમી અને અંતિમ એશિઝ ટેસ્ટ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મેકગોવાને મંગળવારે જણાવ્યું હતું કે નવા પ્રકારને કારણે સરહદ પર કડક પ્રતિબંધો યથાવત રહેશે અને ખેલાડીઓએ મેચ રમવા માટે 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. તેણે ક્રિકેટરોની પત્નીઓ અને ગર્લફ્રેન્ડને પણ પાંચમી ટેસ્ટમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ટેસ્ટ 14 જાન્યુઆરીથી 60 હજારની ક્ષમતાવાળા ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. મેકગોવાને એક વેબસાઈટને જણાવ્યું, "કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે રાજ્યની સરહદો ફરીથી ખોલવાની યોજનાને બગાડી નાખી છે. મંગળવારે મેકગોવાને ખુલાસો કર્યો કે ક્રિકેટરોએ 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવું જરૂરી છે."

 

(5:47 pm IST)