Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

બાર્સિલોના ડિફેન્ડર સેરગેઈ રોબટરે કોવિડ -19 પોઝિટિવ

 નવી દિલ્હી: સ્પેનની ફૂટબોલ  ક્લબ બાર્સિલોનાના ડિફેન્ડર સેર્ગી રોબેટરે કોરોનાવાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ક્લબ દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી હતી. "મંગળવારે આરટી-પીસીઆર પરીક્ષણ બાદ, પ્રાથમિક ટીમના ખેલાડી, સેર્ગે રોબેટ્રે કોવિડ 19-પોઝિટિવ થયા છે," ક્લબએ એક નિવેદનમાં જણાવ્યું છે.રોબટ્રેને એટલેટિકો મેડ્રિડ સામે ઈજા થઈ હતી જેના કારણે તે બે મહિનાથી બહાર રહ્યો છે. બાર્સિલોનાએ બુધવારે ફેરેનકાવેરને 3-૦થી હરાવી હતી. તેમના તરફથી ગ્રીઝમેન, બ્રેથવેટ અને ડેમ્બલીએ ગોલ કર્યા.

(5:53 pm IST)
  • બિહારમાં ગયા જિલ્લાના અમાસ પોલીસ સ્ટેશન હેઠળ આવેલા મહાપુર ગામ નજીક જીટી રોડ ઉપર સ્કોર્પિયો વાહન અને કન્ટેનર ટ્રક વચ્ચે સામ-સામે જોરદાર અથડાતા આ ગંભીર અકસ્માતમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે અને 2 ઘાયલ થયા છે. access_time 12:05 am IST

  • રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલને ફાયર સેફટીની નોટીસ આપવામાં આવી : ચેકીંગ કરાતા માલૂમ પડ્યું કે ફિઝીયોથેરાપી વિભાગમાં ફાયર સેફટીના સાધનો જ નહોતા. રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનાશક આગ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એકસનમાં આવ્યા છે. અને ૧૫ હોસ્પિટલમાં નોટિસ નોટિસ ફટકારી છે. access_time 1:54 pm IST

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘે " ભાંગ " ને દવા તરીકે માન્યતા આપી : ભાંગમાં રહેલા ગુણોને ધ્યાને લઇ વિશ્વ સ્વાસ્થ્ય સંઘે નશીલા દ્રવ્યોની યાદીમાંથી દૂર કરી : મતદાન કરાતા ભાંગને ઔષધી તરીકે માન્યતા મળી : દવા સિવાય માત્ર નશા માટેનો ઉપયોગ ગેરકાયદે ગણાશે access_time 11:46 am IST