Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ઓસ્‍ટ્રેલીયા સામેની ક્રિકેટ મેચમાં હાર્દિક પંડયા અને રવિન્‍દ્ર જાડેજાએ ભાગીદારીનો નોંધાવ્‍યો રેકોર્ડ

નવી દિલ્હીઃ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ વનડેમાં બુધવારે 5 વિકેટે 302 રન બનાવ્યા. કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા હાર્દિક પંડ્યાએ ફરી કમાલ કર્યો અને અણનમ 92 રન બનાવ્યા હતા. હાર્દિક સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી. હાર્દિકે રવિન્દ્ર જાડેજાની સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે ભારત તરફથી ત્રીજી બેસ્ટ પાર્ટનરશિપ પણ કરી હતી. આ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં છઠ્ઠી વિકેટ માટે ભારતની સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે.

  • પંડ્યા અને જાડેજાએ ફટકારી અડધી સદી

હાર્દિક પંડ્યાએ પોતાના વનડે કરિયરની છઠ્ઠી અડધી સદી 55 બોલમાં પૂરી કરી હતી. તેણે હેનરિક્સની ઈનિંગની 44મી ઓવરના બીજા બોલ પર સિંગલ લઈને પોતાના50 રન પૂરા કર્યા હતા. તો જાડેજાએ 43 બોલ પર વનડે કરિયરની પોતાની 13મી અડધી સદી પૂરી કરી હતી.

  • રાયડૂ-બિન્નીના નામે છે રેકોર્ડ

હાર્દિક અને જાડેજાએ અણનમ 150 રન જોડ્યા જે ભારત માટે વનડેમાં છઠ્ઠી વિકેટ માટે આ ત્રીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે. વર્ષ 2015મા અંબાતી રાયડૂ અને સ્ટુઅર્ટ બિન્નીએ છઠ્ઠી વિકેટ માટે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 160 રન જોડ્યા હતા. જ્યારે એમએસ ધોની અને યુવરાજ સિંહે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 2005મા 158 રનની ભાગીદારી કરી હતી.

(4:39 pm IST)