Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મારી બાયોપીકમાં હૃતિક રોશનને જોવા માંગુ છું: સૌરવ ગાંગુલી

મુંબઈ :   ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને અત્યારના ઇન્ડિયન ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીની ઇચ્છા છે કે તેની બાયોપિકમાં હૃતિક રેશન કામ કરે.

 હૃતિકનું નામ ટોચના સ્ટારમાં કરવામાં આવે છે તેમ જ 'સુપર ૩૦'  દ્વારા તેણે જણાવી દીધું છે કે તે અતિથી અતિસામાન્ય વ્યકિતની બાયોપિકમાં પણ જાન લાવી દે છે.

તેણે પટતાના ગણિતશાસ્ત્રી આનંદકુમારની બાયોપિક 'સુપર ૩૦'માં ખૂબ ઉમદા કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેણે ઘણું વજન ઘટાડ્યું હતું.

એક સમય હતો જયારે લોકો કહેતા કે આ પાત્ર માટે હૃતિક બંધબેસતો નથી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ તમામની બોલતી બંધ થઈ ગઈ હતી. ગાંગુલીએ દલમાં એક ટોક-શોમાં દ્રજરી આપી હતી. આ ઊેમાં તેની બાયોપિકમાં તે કૌને જોવા માગશે એવો સવાલ પૂછવામાં આવ્યો હતો.  આ વિશે જવાબ આપતાં ગાંગુલીએ કહ્યું હતું કે 'હું હૃતિક રોશનને જોવા માગીશ. હું તેને ખૂબ પસંદ કરું છું.' 

(3:48 pm IST)
  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST

  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઇકાલે ઝારખંડના ચૂંટણી પ્રવાસે ગયા હતાં જે દરમ્‍યાન તેમણે ગ્રામજનો સાથે હળવી પળો માણી હતી તે તસ્‍વીરમાં દેખાય છે access_time 10:36 am IST