Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

આ વર્ષે 32 ગોલ કરી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો

લિયેનોલ મેસ્સી 28 ગોલ નોધાવી બીજા નંબરે

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ વર્ષે યુરોપની ટોપ-5 લીગમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. તેણે વર્ષ 2018માં કુલ 32 ગોલ કર્યા છે. બાર્સેલોનાનો લિયેનોલ મેસ્સી 28 ગોલ નોધાવી આ હરોળમાં બીજા નંબરે છે. રોનાલ્ડોના ગોલની મદદથી યુવેંટ્સે ઈટાલીની ફૂટબોલ લીગ સિરિએમાં ફિયોરેંટિના સામે 3-0થી જીત મેળવી હતી.

  રોડ્રિગો બેનટેનકરે 31મી, જ્યોર્જિયો ચેલિનીએ 69મી અને રોનાલ્ડોએ 79મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ કર્યા હતા. આ યુવેંટ્સનો 14મી મેચમાં 13મો વિજય છે. તે એક મેચ ડ્રો રમી છે. ટીમ લીગ ટેબલમાં 40 પોઈન્ટ સાથે ટોચ પર છે.

(8:48 pm IST)