Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

રમતને પ્રોત્સાહન આપવું જરૂરી : સચિન તેંડુલકર

સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે, ભારતના લોકો રમતને પસંદ કરે છે, પરંતુ અહિં રમતની સંસ્કૃતિ વિકસે એ મહત્વનું છે. બાળકો રાત્રે પણ તેમને ગમતી રમત રમી શકે એ માટે મુમ્બ્રામાં એક બેન્ક દ્વારા સોલર ફલડ લાઈટની મદદથી મેદાનમાં લાઈટ આપવાના કાર્યક્રમના ઉદ્દઘાટન દરમિયાન તેણે આ વાત કરી હતી. બાળકોને સંબોધતા તેણે કહ્યું હતું કે દેશને તંદુરસ્ત રાખવા લાઈફસ્ટાઈલમાં પરિવર્તન જરૂરી છે. આપણો દેશ યુવા છે, પરંતુ તંદુરસ્ત નથી. ભારત વિશ્વમાં ડાયાબીટીઝની રાજધાની છે.

(4:19 pm IST)