Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

કુસ્તીમાં અમિત ધનખડ અને મૌસમ ખત્રી બન્યા નેશનલ ચેમ્પિયન

અનુભવી અમિત ધનખડે ઉત્તર પ્રદેશના ગોન્ડામાં આયોજીત સીનીયર નેશનલ ચેમ્પિયનશીપની ૭૪ કિલોગ્રામ કેટેગરીમાં ટાઈટલ જીત્યુ છે. ભૂતપૂર્વ એશિયન અને કોમનવેલ્થ ચેમ્પિયન ધનખડે આક્રમક અભિગમ અને મજબૂત ડીફેન્સ દ્વારા પુરૂષોની ફ્રિ-સ્ટાઈલ સ્પર્ધામાં સાતમી વખત નેશનલ ચેમ્પિયન ટાઈટલ જીત્યુ હતું. ધનખડે પહેલવાન વિનોદ સામેની ટક્કર ૫-૧થી જીતી હતી. આ કેટેગરીમાં અગાઉ યોગેશ્વર દત્તની હાજરીને કારણે ધનખડનું કરીઅર કયારેય આગળ વધી શકયુ નહોતું.

દિવસની સૌથી રોમાંચક ટક્કરમાં ૯૭ કિલોગ્રામ કેટેગરીમાં મૌસમ ખત્રીએ સત્યવ્રત કદીયાનને હરાવીને ગોલ્ડમેડલ જીત્યો હતો.

(4:16 pm IST)