Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મહિલાઓના માનસિક અને શારીરિક સ્‍વાસ્‍થ્‍ય વિશે જાગૃતિ લાવવા મહિલા ક્રિકેટર સારાહ ટેલરે ન્‍યુડ થઇને ફોટોશુટ કરાવ્‍યુ : વિમન્‍સ હેલ્‍થ યુકે મેગેઝીનનો આભાર મન્‍યો

સોશ્‍યલ મીડિયામાં ફોટો વાયરલ થતા તહલકો મચી ગયો

નવી દિલ્હીઃ જ્યારે મહિલા ક્રિકેટરે બધા જ કપડાં ઉતારીને કર્યું વિકેટકીપિંગ, થઈ ગઈ બબાલ. મહિલા ક્રિકે્ટરની સાવ નગ્ન તસવીરો વાયરલ થતાં ક્રિકેટ જ નહીં સમગ્ર ખેલ જગતમાં ખલબલી મચી ગઈ. સારા ટેલરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ન્યૂડ ફોટો શેર કરીને લખ્યું, જો પણ મને ઓળખે છે તે જાણતા હશે કે આ પ્રકારનો ફોટો શૂટ માર કંમ્ફર્ટ ઝોનની બહારની વાત છે. પરંતુ આ પ્રહારના અભિયાનનો ભાગ બનવા માટે પોતાની જાત પર ગર્વ કરુ છું. અને હું વિમન્સ હેલ્થ યૂકે મેગેઝિનનો આભાર મનીશ કે તેઓએ આ માટે આમંત્રણ આપ્યું.

બધી જ મહિલાઓ હોય છે સુંદર:

સારાહ ટેલરે આગળ કહ્યું, 'અન્ય મહિલાઓની જેમ મને પણ મારા શરીર વિશે ફરિયાદ કરવાની આદત છે, પરંતુ હવે મેં તેના પર કાબુ મેળવી લીધો છે. એક રીતે આ મહિલા સશક્તિકરણ છે. દરેક બીજી છોકરી કલ્પિત લાગે છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક છોકરી સુંદર છે. મહિલાઓએ માનસિક અને શારીરિક સમસ્યાઓમાંથી બહાર આવવાની જરૂર છે.

ફોટોએ મચાવી બબાલ:

મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે સારાહ ટેલરના પગલાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ ઘણા લોકોએ આવા ફોટોશૂટ માટે તેની આકરી ટીકા કરી હતી. નોંધપાત્ર રીતે, સારાએ તેના જીવનમાં માનસિક સમસ્યાઓનો સામનો કર્યો છે, પરંતુ સમય સાથે તે ચિંતાઓમાંથી બહાર નીકળવાનું શીખી ગઈ છે.

સફળ ક્રિકેટર છે સારા:

સારા ટેલર વર્ષ 2017માં મહિલા વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લિશ ટીમનો ભાગ હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6533 રન બનાવ્યા છે. સારાએ 126 વનડેમાં 38.26ની એવરેજથી 4056 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 20 અડધી સદી સામેલ છે. ટેલરનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 147 રન છે. સારાએ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

સારાએ રચ્યો ઈતિહાસ:

સારા ટેલરે ભૂતકાળમાં ઇતિહાસ રચ્યો છે. તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમની પ્રથમ મહિલા કોચ બની છે. અબુ ધાબી T10 લીગ 19 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. સારાને અબુ ધાબી ટીમની આસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવી છે. તે મુખ્ય કોચ પોલ ફારબ્રેસ અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરની સાથે ટીમની જવાબદારી સંભાળશે.

(5:02 pm IST)