Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

પ્રથમ ટ્વેન્ટી-૨૦ : વરસાદ વિલન બનતા રોમાંચ ખતમ

ઓસ્ટ્રેલિયા-પાકની ટ્વેન્ટી મેચ પરિણામ વગર રહી :પ્રથમ બેટિંગ કરતા વરસાદગ્રસ્ત મેચમાં પાકિસ્તાને પાંચ વિકેટે ૧૦૭ રન કર્યા : ફિન્ચના ૧૬ બોલમાં જ ૩૭ રન

સિડની, તા. ૩ : સિડનીમાં આજે રમાયેલી ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી મેચમાં ખરાબ હવામાન અને વરસાદના કારણે રોમાંચકતા ખતમ થઇ હતી. ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે મેચને પરિણામ વગર રદ કરી દેવામાં આવી હતી. મેચમાં પરિણામ ન આવતા ચાહકો નિરાશ થયા હતા. મેચમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ ખુબ મજબૂત દેખાઈ રહી હતી અને તેની જીત થશે તેમ લાગી રહ્યું હતું. સિડનીમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને વરસાદગ્રસ્ત મેચમાં ૧૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૭ રન કર્યા હતા. ૨૦ ઓવરની મેચને પહેલા ઘટાડીને ૧૫ ઓવર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે ૪૧ રન બનાવી લીધા હતા. મેચમાં વરસાદના કારણે રમત બગડી હતી. ૧૫ ઓવરમાં ૧૧૯ રન ઓસ્ટ્રેલિયાને કરવાના હતા પરંતુ ઓસ્ટ્રેલિયાએ ૩.૧ ઓવરમાં ૪૧ રન કરીને ઝડપી શરૂઆત કરી હતી અને એક વખતે એવું લાગી રહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા સરળતાથી ટાર્ગેટ સુધી પહોંચી જશે પરંતુ વરસાદ ફરી વિલન બનતા મેચને રોકી દેવામાં આવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ઇલેવનમાં બીઆર મેકડોરમેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે મેક્સવેલ અસ્વસ્થ હોવાના કારણે સામેલ થયો ન હતો. ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની બીજી ટ્વેન્ટી મેચ હવે કેનબેરામાં પાંચમી નવેમ્બરના દિવસે રમાશે. પાકિસ્તાનની ટીમ ટ્વેન્ટી મેચો અને ટેસ્ટ શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની અંતિમ ટ્વેન્ટી મેચ ૮મી નવેમ્બરે પર્થ ખાતે રમાશે. ત્યારબાદ બે ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થશે જે પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ ૨૧મી નવેમ્બરથી બ્રિસ્બેન ખાતે રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૨૯મી નવેમ્બરથી એડિલેડ ખાતે રમાનાર છે. બંને ટીમો જોરદાર દેખાવ કરવા સજ્જ છે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં જ ઘરઆંગણે ધરખમ દેખાવ કર્યો છે.

શ્રેણીનો કાર્યક્રમ........

એડિલેડ ટેસ્ટ ડેનાઇટની રહેશે

સિડની, તા. ૩ :  સિડનીમાં આજે રમાયેલી ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી મેચમાં ખરાબ હવામાન અને વરસાદના કારણે રોમાંચકતા ખતમ થઇ હતી. ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે મેચને પરિણામ વગર રદ કરી દેવામાં આવી હતી. મેચમાં પરિણામ ન આવતા ચાહકો નિરાશ થયા હતા. મેચમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ ખુબ મજબૂત દેખાઈ રહી હતી અને તેની જીત થશે તેમ લાગી રહ્યું હતું. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની શરૂઆત થયા બાદ હવે ત્રણ ટ્વેન્ટી મેચો રમાશે. ત્યારબાદ બે ટેસ્ટ મેચો રમાશે. શ્રેણીની બંને ટેસ્ટ મેચો માટે પણ ટીમો જાહેર થઇ ચુકી છે. પાકિસ્તાનની ટ્વેન્ટી ટીમમાં મોહમ્મદ આમીરનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ટેસ્ટમાં નિવૃત્ત થઇ ચુક્યો છે. બંને દેશો વચ્ચે વર્તમાન શ્રેણીનો કાર્યક્રમ નીચે મુજબ છે.

*    ૫મી નવેમ્બરે કેનબેરામાં બીજી ટ્વેન્ટી મેચ રમાશે

*    ૮મી નવેમ્બરે પર્થમાં ત્રીજી ટ્વેન્ટી મેચ રમાશે

*    ૨૧મી નવેમ્બરથી બ્રિસ્બેનમાં પ્રથમ ટેસ્ટ મેચ

*    ૨૯મી નવેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ (ડે-નાઇટ)

સ્કોરબોર્ડ : પાક-ઓસ્ટ્રેલિયા

પાકિસ્તાન ઇનિંગ્સ

બાબર આઝમ

અણનમ

૫૯

ફકર જમાન

કો. સ્મિથ બો. સ્ટાર્ક

૦૦

હરીશ સૌહેલ

કો. સ્મિથ બો. રિચર્ડસન

૦૪

રિઝવાન

કો. કમિન્સ બો. અગર

૩૧

આસીફ અલી

કો. અગર બો. રિચર્ડસન

૧૧

વસીમ

કો. સ્મિથ બો. સ્ટાર્ક

૦૦

ઇફ્તીખાર

અણનમ

૦૧

વધારાના

 

૦૧

કુલ

(૧૫ ઓવરમાં ૫ વિકેટે)

૧૦૭

પતન  : ૧-૧, ૨-૧૦, ૩-૭૦, ૪-૯૨, ૫-૯૬.

બોલિંગ : સ્ટાર્ક : ૩-૦-૨૨-૨, રિચર્ડસન : ૩-૦-૧૬-૨, ઝંપા : ૩-૦-૩૦-૦, કમિન્સ : ૩-૦-૧૫-૦, અગર : ૩-૦-૨૩-૧

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ

વોર્નર

અણનમ

૦૨

ફિન્ચ

અણનમ

૩૭

વધારાના

 

૦૨

કુલ

(૩.૧ ઓવરમાં વિના વિકેટે)

૪૧

બોલિંગ : ઇરફાન : ૨-૦-૩૧-૧, મોહમ્મદ આમીર : ૧.૧-૦-૯-૦.

(7:52 pm IST)