Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડ પર ન્યુઝીલેન્ડની ૨૧ રને જીત

ગુપ્ટિલના શાનદાર ૪૧ રનની મદદથી જીત : ટ્વેન્ટી મેચમાં મેન ઓફ દ મેચ બનેલ સ્પીડ સ્ટાર સેન્ટનરે ૩ વિકેટ લીધી : ઇંગ્લેન્ડના બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો

વેલિંગ્ટન, તા. ૩  :વેલિંગ્ટનમાં આજે રમાયેલી ટ્વેન્ટી મેચોની શ્રેણીની બીજી ટ્વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડ ઉપર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડ ઉપર ૨૧ રને જીત મેળવીને શ્રેણી ૧-૧થી બરોબર કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૬ રન કર્યા હતા જેમાં ગુપ્ટિલે ૨૮ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા જ્યારે ટેલરે ૨૮ અને ગ્રાન્ડહોમે પણ ૨૮ રન કર્યા હતા. નિશામે ૨૨ બોલમાં ૪૨ રન કર્યા હતા. જીતવા માટેના ૧૭૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇઁગ્લેન્ડની ટીમ ૧૫૫ રન બનાવી શકી હતી. ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ ૩૯ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડની રમતની મુખ્ય વિશેષતા ગુપ્ટિલની તોફાની બેટિંગ રહી હતી. બીજી બાજુ ન્યુઝીલેન્ડ તરફથી સેન્ટનરે ૨૫ રનમાં ત્રણ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ ન્યુઝીલેન્ડે આઠ વિકેટે ૧૭૬ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોર્ડને ત્રણ વિકેટો ઝડપી હતી. આ મેચમાં વિલિયમસનને આરામ આપવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ ટ્વેન્ટી મેચોની શ્રેણી રમાનાર છે ત્યારબાદ બે ટેસ્ટ મેચો રમાશે જે પૈકી પ્રથમ ટેસ્ટ મેચ ૨૧મી નવેમ્બરથી શરૂ થશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૨૯મી નવેમ્બરથી હેમિલ્ટન ખાતે રમાશે. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવી લીધા બાદ બીજી મેચમાં ન્યુઝીલેન્ડે જીતીને પાંચ મેચોની શ્રેણીને ૧-૧ રન બરોબર કરી છે જેથી આગામી મેચો ખુબ રોચક બને તેમ માનવામાં આવે છે. ત્રીજી ટ્વેન્ટી મેચ પાંચમી તારીખે નેલ્સન ખાતે રમાશે જ્યારે ચોથી ટ્વેન્ટી મેચ ૮મી નવેમ્બરના દિવસે નેપિયર ખાતે અને પાંચમી ટ્વેન્ટી મેચ ૧૦મી નવેમ્બરના દિવસે ઓકલેન્ડ ખાતે રમાશે. બંને ટ્વેન્ટી મેચો અને બાકીની ટેસ્ટ મેચો માટે ન્યુઝીલેન્ડ ઘરઆંગણે લડાયક મૂડમાં છે.

સ્કોરબોર્ડ : વેલિંગ્ટન

ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ :

 

 

ગુપ્ટિલ

કો. વિન્સ બો. રશીદ

૪૧

મુનરો

એલબી બો. કુરેન

૦૭

શેફર્ડ

કો. બિલિંગ્સ બો. મહેમુદ

૧૬

ગ્રાન્ડહોમ

બો. ગ્રેગરી

૨૮

ટેલર

એલબી બો. જોર્ડન

૨૮

મિશેલ

કો. જોર્ડન બો. કુરેન

૦૫

નિશામ

કો. વિન્સ બો. જોર્ડન

૪૨

સેન્ટનર

કો. બ્રાઉન બો. જોર્ડન

૦૦

સાઉથી

અણનમ

૦૪

વધારાના

 

૦૫

કુલ

(૨૦ ઓવરમાં ૮ વિકેટે)

૧૭૬

પતન  : ૧-૨૩, ૨-૫૭, ૩-૮૫, ૪-૯૬, ૫-૧૨૧, ૬-૧૫૧, ૭-૧૫૧, ૮-૧૭૬.

બોલિંગ : કુરેન : ૪-૦-૨૨-૨, મહેમુદ : ૪-૦-૪૬-૧, જોર્ડન : ૪-૦-૨૩-૩, બ્રાઉન : ૨-૦-૩૨-૦, રશીદ : ૪-૦-૪૦-૧, ગ્રેગરી : ૨-૦-૧૦-૧

ઇંગ્લેન્ડ ઇનિંગ્સ

બેરશો

કો. મિશેલ બો. સાઉથી

૦૦

માલન

કો. ગુપ્ટિલ બો. સોઢી

૩૯

વિન્સ

કો. સેન્ટનર બો. ફર્ગુસન

૦૧

મોર્ગન

કો. ગ્રાન્ડહોમ બો. સેન્ટનર

૩૨

બિલિંગ

કો. ગ્રાન્ડહોમ બો. સોઢી

૦૮

કુરેન

કો. ગ્રાન્ડહોમ બો. સેન્ટનર

૦૯

ગ્રેગરી

કો. ગ્રાન્ડહોમ બો. સાઉથી

૧૫

જોર્ડન

કો. ગુપ્ટિલ બો. સેન્ટનર

૩૬

રશીદ

બો. મિશેલ

૦૪

મહેમુદ

કો. સાઉથી બો. ફર્ગુસન

૦૪

બ્રાઉન

અણનમ

૦૪

વધારાના

 

૦૩

કુલ

(૧૯.૫ ઓવરમાં આઉટ)

૧૫૫

પતન  : ૧-૦, ૨-૩, ૩-૪૦, ૪-૬૪, ૫-૯૧, ૬-૯૩, ૭-૧૩૪, ૮-૧૪૪, ૯-૧૪૮, ૧૦-૧૫૫.

બોલિંગ : સાઉથી : ૪-૦-૨૫-૨, ફર્ગુસન : ૪-૦-૩૪-૨, સેન્ટનર : ૪-૦-૨૫-૩, નિશામ : ૨-૦-૨૩-૦, સોઢી : ૪-૦-૩૭-૨, મિશેલ : ૧.૫-૦-૯-૧.

(7:48 pm IST)