Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

આઇસીસી વર્લ્ડકપ ૨૦૧૯માં અનેક ખેલાડીઓનું સ્‍થાન અેકદમ નિશ્ચિતઃ અનેક અટકળો

આઈસીસી વર્લ્ડકપ 2019 શરૂ થવામાં હવે વધારે દિવસો બાકી નથી. 30મેએ શરૂ થઈ રહેલા ક્રિકેટના મહાકુંભ માટે ભારતીય ટીમને લઈને અટકળો શરૂ થઈ ચૂકી છે. કેટલાક ખેલાડીઓ તો એકદમ નિશ્ચિત છે અને કેટલાક એવા છે જેનું જવું લગભગ નક્કી છે. જાણો કયા ખેલાડીઓ છે જે વર્લ્ડકપમાં રમતા જોવા મળી શકે છે.

રવિન્દ્ર જાડેજા

ઓલરાઉન્ડરે પાછલા એશિયા કપમાં લાંબા સમય બાદ વન-ડેમાં કમબેક કરવા છતાં બે સીરીઝમાં બેટિંગ અને બોલિંગથી શાનદાર પ્રદર્શન કરીને સિલેક્ટર્સ સામે પોતાના ટીમનો પ્રબળ દાવેદાર સાબિત કર્યો છે. જાડેજાએ પાછલી સીરિઝમાં 4 મેચમાં 7 વિકેટ ઝડપી છે. જેમાં 34 રનમાં 4 વિકેટ તેનું બેસ્ટ પ્રદર્શન છે.

અંબાતી રાયડુ

અંબાતી ફીટનેસ ટેસ્ટમાં ફેઈલ થઈને ઈંગ્લેન્ડ નહોતો જઈ શક્યો, પરંતુ વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચમાં તેને મળેલી તકનો સારો લાભ ઉઠાવતા મધ્યમક્રમના બેટ્સમેન તરીકે પોતાની જગ્યા ટીમમાં લગભગ પાક્કી કરી લીધી છે. રાયડુએ 5 મેચોમાં 72.33 ની એવરેજથી 217 રન બનાવ્યા. જેમાં 100 રનનો સ્કોર તેનો હાઈએસ્ટ છે.

યજુર્વેન્દ્ર ચહલ

વર્લ્ડકપમાં કુલદીપના જોડીદાર તરીકે બીજા સ્પીનરના સ્થાન માટે ચહનનું સ્થાન પાક્કું છે. સાઉથ આફ્રિકામાં ભારતને વન-ડે સીરીઝમાં મળેલી શાનદાર સફળતામાં ચહનની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. કુલદીપ-ચહલે ત્યાં રેકોર્ડ 30 વિકેટ ઝડપી હતી.

શિખર ધવન

ડાબોડી ભારતીય ઓનપરનું બેટ હાલની સીરીઝમાં તો કંઈ ખાસ કરી શક્યું પરંતુ વન-ડેમાં તેનો રેકોર્ડ ઘણો સારો છે. મેચમાં તેના સ્ટ્રોક પ્લેની આવડતને જોતા વર્લ્ડકપમાં ટીમમાં જગ્યા બનાવવા માટે તેને ખાસ મુશ્કેલી નહીં આવે.

ખેલાડીઓ થઈ શકે છે સાઈડ લાઈન

કેદાર જાધવ અને ઉમેશ યાદવ વર્લ્ડકપમાં સ્થાન મળશે કે નહીં તે વિશે શંકા છે. બંને ખેલાડીઓનું ફોર્મ અને ફીટનેસ નક્કી કરશે કે આગામી વર્ષે તેઓ વર્લ્ડકપમાં રમવા જશે કે નહીં.

લોકોને મળી શકે છે તક

ઉપરાંત ખલીલ અહેમદ અને ઋષભ પંત માટે પણ અવસર બની રહ્યો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ પંતને માત્ર બેટિંગ ઉપરાંત વિકેટકીપર ઓપ્શન તરીકે પણ સિલેક્ટ કરી શકે છે.

(6:20 pm IST)