Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પ્રો કબડ્ડી લીગ-6: ગુજરાતે પિંક પેન્થર્સને 36-25થી આપી માત

નવી દિલ્હી: ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટસે પ્રો-કબડ્ડી લીગના જોન-બીના મુકાબલામાં ધમાકેદાર પ્રદર્શન કરતા શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટસ કોમ્પલેક્સમાં જયપુર પિંક પેન્થર્સને 36-25થી પરાજીત કરી દીધુ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, મેચની શરૂઆતમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યુ અને મેચ પર પોતાની પકડ બનાવી રાખી. મેચમાં ક્યારેય એવો સમય આવ્યો નહી કે, જ્યારે જયપુરે લીડ મેળવી હોય.પ્રથમ હાફની સમાપ્તિ સુધી ગુજરાતે 14-13ની લીડ મેળવી હતી અને બીજા હાફમાં પોતાના દમદાર પ્રદર્શનને યથાવત રાખ્યું. બીજા હાફમાં વાપસીના પ્રયત્ન કર્યા પરંતુ તે પોતાની રમતમાં સારી રીતે પરત ફરી શકી નહી. મુકાબલામાં પિંક પેન્થર્સની ટીમ બે વખત ઓલઆઉટ થઇ. ગુજરાતે મુકાબલામાં રેડથી 14 અને ટૈકલ 15 અંક મેળવ્યા, જ્યારે જયપુરે રેડથી 10 અંક અને ટૈકલથી 11 અંક હાંસલ કર્યા. મુકાબલામાં ગુજરાત તરફથી સચિને શાનદાર પ્રદર્શન કર્યુ. તેણે 13 રેડમાં 6 અંક હાંસલ કર્યા, જ્યારે કપ્તાન સુનીલ કુમારે 2 ટૈકલમાં 8 અંકો સાથે ટોપ ડિફેંડર રહ્યો, ત્યાં જય.પુર તરફથી નીતિન રાવલે 8 રેડમાં 4 અંક હાંસલ કર્યા, જ્યારે ડિફેંડર યંગ ચાંગને 5માંથી 5 અંક મળ્યા.

(5:43 pm IST)